વિકેટકીપર-બૅટ્સમૅન નમન ઓઝા રિટાયર

16 February, 2021 08:38 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

વિકેટકીપર-બૅટ્સમૅન નમન ઓઝા રિટાયર

નમન ઓઝા

વિકેટકીપર-બૅટ્સમૅન નમન ઓઝાએ ગઈ કાલે ક્રિકેટના દરેક ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તે છેલ્લા બે દાયકાથી સ્થાનિક ક્રિકેટ રમી રમ્યો હતો. રણજી ટ્રોફીમાં વિકેટકીપર દ્વારા સૌથી ‍વધારે વિકેટ લેવાનો રેકૉર્ડ નમનના નામે છે. નમન ઓઝા ટીમ ઇન્ડિયા માટે એક ટેસ્ટ, એક વન-ડે અને બે ટી૨૦ મૅચ રમ્યો છે. એક વર્ચ્યુઅલ પ્રેસ-કૉન્ફરન્સમાં ઓઝાએ કહ્યું કે ‘હું મારી રિટાયરમેન્ટ જાહેર કરવા માગું છું. મારા માટે આ આગળ વધવાનો સમય છે. આ ઘણી લાંબી જર્ની રહી છે અને મને મારા રાજ્ય અને દેશ માટે રમવાની તક મળી એ બદલ હું ઘણો આભારી છું.’

નમને સ્થાનિક ક્રિકેટમાં ૧૪૩ લિસ્ટ-એ અને ૧૮૨ ટી૨૦ મૅચમાં અનુક્રમે ૪૨૭૮ અને ૨૯૭૨ રન બનાવ્યા છે. ગયા વર્ષે તે જાન્યુઆરીમાં મધ્ય પ્રદેશ માટે ઉત્તર પ્રદેશ સામેની છેલ્લી રણજી ટ્રોફી મૅચ રમ્યો હતો. આ ઉપરાંત તે આઇપીએલમાં રાજસ્થાન, હૈદરાબાદ અને દિલ્હી વતી રમી ચૂક્યો છે.

sports sports news cricket news