09 September, 2026 09:19 AM IST | Amritsar | Gujarati Mid-day Correspondent
નમન ધીર
શેર-એ-પંજાબ T20 લીગમાં ગઈ કાલે ૨૪ કલાકમાં સતત બીજી મૅચ રમી રહેલી અમૃતસર સૂરમાઝની ટીમ માટે કૅપ્ટન નમન ધીરે ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી. અમૃતસર સૂરમાઝે ૨૭૦-૭નો સ્કોર કર્યા પછી પૉઇન્ટ-ટેબલની નંબર વન ટીમ મોહાલી કિંગ્સને ૨૦ ઓવરમાં ૨૧૨-૯ના સ્કોરે રોકીને ૬૭ રને જીત નોંધાવી હતી.
અમૃતસર સૂરમાઝ માટે ઓપનિંગમાં ઊતરીને નમન ધીરે ૨૭૦.૩૧ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ધમાલ મચાવી હતી. તેણે ૬૪ બૉલમાં ૧૬ ફોર અને ૧૨ સિક્સની મદદથી ૧૭૩ રન ઝૂડ્યા હતા. અભિષેક શર્મા આ મૅચમાં પાંચમા ક્રમે રમીને ૪ બૉલમાં બે સિક્સની મદદથી ૧૩ રન કરી શક્યો હતો.