નાગદેવી સ્પોર્ટ્સ ગ્રુપની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ

18 January, 2021 03:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાગદેવી સ્પોર્ટ્સ ગ્રુપની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ

પ્રતીકાત્મક તસવીર

નાગદેવી સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા નાગદેવીના વેપારી ભાઈઓ માટે જિનહર્ષ ટીમકેન કપ- ૨૦૨૧ ટી૨૦ લેધરબોલ  સિઝન-૨નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને શુક્રવારે તેનો ભવ્ય શુભારંભ થયો હતો. આ સ્પર્ધામાં કુલ ૬ ટીમ ભાગ લઈ રહી છે અને તેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. વિદ્યા વિહાર (વેસ્ટ)માં સ્ટેશન પાસે ફાતિમા ગ્રાઉન્ડમાં ગઈ કાલે શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં હવે આવતીકાલે અને ૨૨ જાન્યુઆરીના રોજ મુકાબલાઓ બાદ બન્ને ગ્રુપની ટૉપ-ટૂ ટીમો વચ્ચે સેમી ફાઇનલ ૨૫ જાન્યુઆરના રોજ રમાશે. ગઈ કાલે પ્રથમ જંગમાં ટૅક્નો ટાઇગર્સનો  અને બીજી મૅચમાં વિપ્સા વાઇકિંગ્સનો વિજય થયો હતો. પહેલી મૅચમાં સાગર મહેતા અને બીજી મૅચમાં જીનેશ વાસા મૅન ઑફ ધ મૅચ બન્યા હતાં. સંપૂર્ણ સ્પર્ધાનું લાઇવ ટેલિકાસ્ટ  યુટ્યુબ પર કરવામાં આવી રહ્યું છે.

sports sports news cricket news