મારું સપનું સાકાર થયું : મેગન શુટ

09 March, 2020 04:40 PM IST  |  Mumbai Desk

મારું સપનું સાકાર થયું : મેગન શુટ

મેગન શુટ

વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ટીમ વતી સૌથી સફળ રહેલી બોલર મેગન શુટ માટે જાણે વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું થયું હતું. તેણે ૩.૧ ઓવરમાં ૧૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી. 

મેગને કહ્યું કે ‘આ ઘણું અદ્ભુત હતું. આ ‍એવી વસ્તુ છે જેની તમે કલ્પના કરો છો, પણ એ હકીકતમાં ઘટિત થાય ત્યારે તમે શું કરશો એ વિચારતા નથી. મારા માટે તો જાણે સપનું સાકાર થયું છે. મેં છેલ્લી પાંચ ઓવર સુધી વિચાર્યું જ નહોતું કે અમે જીતીશું. જે પ્રમાણે અમે છેલ્લી કેટલીક વિકેટ્સ મેળવી શક્યા એના પરથી મને લાગવા માંડ્યું કે અમે જીતી શકીએ છીએ. છેલ્લી ઘડીએ અમે બોલિંગ દ્વારા સારી પોઝિશનમાં આવી જઈશું એવું તો મેં વિચાર્યું પણ નહોતું. બૅટ્સમેનોએ જ્યારે ૧૮૦થી વધારે રન કર્યા ત્યારે મને લાગ્યું કે મને જોઈએ એ પ્રમાણેની બોલિંગ હું કરી શકીશ. હા, હું થોડી નર્વસ હતી, પણ સાથે એટલી જ ઉત્સાહી પણ હતી.’

sports sports news cricket news