મારો કોરોના-રિપોર્ટ નેગેટિવ છે : બ્રાયન લારા

07 August, 2020 11:55 AM IST  |  Mumbai Desk | Agencies

મારો કોરોના-રિપોર્ટ નેગેટિવ છે : બ્રાયન લારા

બ્રાયન લારા

વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કૅપ્ટન બ્રાયન લારાએ તાજેતરમાં સ્પષ્ટતા કરી હતી કે મારો કોરોના-રિપોર્ટ નેગેટિવ છે. લારા કોરોના-પૉઝિટિવ હોવાના ખોટા સમાચાર વાઇરલ થયા હતા જેની સામે લારાએ સ્પષ્ટતા આપવી પડી હતી. આ સ્પષ્ટતા સાથે લારાએ લોકોને અપીલ કરી છે કે આ રોગચાળાને ટેકો બનાવી નેગેટિવિટી ન ફેલાવો. બ્રાયન લારાએ કહ્યું કે ‘હેલો એવરીવન, હું કોરોના-પૉઝિટિવ થયો હોવાના જે સમાચાર ફરી રહ્યા છે એ વિશે સ્પષ્ટતા કરવી જરૂરી છે. મારો કોરોના -રિપોર્ટ નેગેટિવ છે અને એ સાથે હું વિનંતી કરું છું કે આ કપરા સમયમાં ખોટા સમાચાર ફેલાવીને લોકોને વધારે ચિંતામાં ન મૂકો. તમારા આ ખોટા સમાચારથી મને વ્યક્તિગત રીતે કોઈ અસર નથી પહોંચી, પણ મારા સર્કલમાં રહેનારા મારા આત્મીયજનોને એનાથી ઘણો ફરક પડે છે. આ વાઇરસ એવો નથી જેનો ઉપયોગ આપણે નકારાત્મકતા ફેલાવવા માટે કરવો જોઈએ. આશા કરું કે આપણે બધા સુરક્ષિત રહીએ, કેમ કે આ રોગચાળો આપણી આજુબાજુ ફેલાયેલો છે.’

sports sports news cricket news