Murali Vijay: મુરલી વિજયે કરી સંન્યાસની જાહેરાત, 5 વર્ષથી જોઈ ટીમમાં કમબૅકની રાહ

30 January, 2023 06:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતને ફેબ્રુઆરીમાં જ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમવાની છે, તે પહેલા એક સ્ટાર પ્લેયરનું સંન્યાસ જાહેર થયું છે. જો કે, મુરલી વિજય હજી પણ ટીમ ઈન્ડિયાના સ્ક્વૉડ લૂપમાં નથી.

મુરલી વિજય (તસવીર સૌજન્ય મિડ-ડે)

સ્ટાઈલિશ ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજયે (Murali Vijay) ઈન્ટરનેશનલ ક્રિકેટથી (Cricket) રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે. 30 જાન્યુઆરીની બપોરે મુરલી વિજય સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી અને ફેન્સનો આભાર માન્યો છે. ભારતને ફેબ્રુઆરીમાં જ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ રમવાની છે, તે પહેલા એક સ્ટાર પ્લેયરનું સંન્યાસ જાહેર થયું છે. જો કે, મુરલી વિજય હજી પણ ટીમ ઈન્ડિયાના સ્ક્વૉડ લૂપમાં નથી.

38 વર્ષના મુરલી વિજયે પોતાના સંદેશમાં લખ્યું કે આજે હું ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી રહ્યો છું, વર્ષ 2002થી 2008 સુધીની સફર મારા જીવન માટે સર્વશ્રેષ્ઠ રહી કારણકે મેં ભારત માટે મારું યોગદાન આપ્યું. હું મારા તરફથી બીસીસીઆઇ, તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન, ચેન્નઈ સુપર કિંગ્સનો આભાર માનું છું.

મુરલી વિજયે આગળ લખ્યું કે હું મારા બધા ખેલાડીઓ, મેન્ટર્સ, કોચ, સપૉર્ટ સ્ટાફનો આભાર માનું છું, જેમણે મારા કરિઅરમાં ઘણી મદદ કરી. હું મારા ફેન્સનો આભાર માનું છું જેમણે કરિઅરના ઉતાર-ચડાણ વચ્ચે મારી મદદ કરી અને હંમેશા સપૉર્ટ કર્યો. મુરલી વિજયે સાથે જ એ પણ કહ્યું કે તે ઈન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટ પછી બહાર અલગ-અલગ લીગમાં અનેક પ્રકારના રોલ માટે તૈયાર છે, પણ તેમને કોઈ જવાબદારી મળે છે તો તે તેને ભજવશે.

મુરલી વિજયનું ઈન્ટરનેશનલ કરિઅર
મુરલી વિજય ભારત માટે 61 ટેસ્ટ મેચ રમ્યો છે, આમાં તેમના નામે 3982 રન્સ છે. આમાં 38.28ના દરે તેમણે રન્સ બનાવ્યા, જેમાં 12 શતક અને 15 અર્ધશતક છે. મુરલી વિજયે ભારત માટે 17 વનડે અને 9 ટી-મેચ પણ રમી છે.

મુરલી વિજયે ભારત માટે વર્ષ 2008માં ડેબ્યૂ કર્યો હતો, જ્યારે 2018માં તેમણે છેલ્લી ટેસ્ટ રમી. 38 વર્ષના મુરલી વિજયની ગણતરી ટીમ ઈન્ડિયાના સ્ટાઈલિશ ઓપનિંગ બેટ્સમેનમાં થઈ છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રની ટીમ મુંબઈ સામેની ઐતિહાસિક જીતને લીધે જ ક્વૉર્ટરમાં પહોંચી

જો આઇપીએલની વાત કરીએ તો તેમણે 106 મેચ રમી છે આમાં તેમના નામે 2619 રન્સ છે, મુરલી વિજયે આઇપીએલમાં 2 શતક ફટકાર્યા છે. આ દમરિયાન તેમના નામે 91 સિક્સ અને 247 ચોગ્ગા રહ્યા છે. મુરલી વિજય આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ અને દિલ્હી ડેયરડેવિલ્સ તરફથી રમી ચૂક્યા છે.

cricket news murali vijay sports news sports international cricket council board of control for cricket in india