ઝહીર ખાનની ઑલરાઉન્ડર હાર્દિકને સલાહ, વાપસીની ઉતાવળ ન કર

04 February, 2020 12:33 PM IST  |  Mumbai

ઝહીર ખાનની ઑલરાઉન્ડર હાર્દિકને સલાહ, વાપસીની ઉતાવળ ન કર

ઝહીર ખાન

ટીમ ઇન્ડિયાના ભૂતપૂ‍ર્વ બોલર ઝહીર ખાને હાલમાં ટીમ ઇન્ડિયાના ઈજાગ્રસ્ત ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કમબૅક કરવા ઉતાવળ ન કરવાની સલાહ આપી છે. સપ્ટેમ્બર ૨૦૧૯થી પંડ્યા ઈજાને કારણે ટીમની બહાર છે. માર્ચ મહિનાથી આઇપીએલ રમાવાની છે અને પંડ્યા ત્યાર સુધીમાં કમબૅક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ બાબતે ઝહીર ખાને કહ્યું કે ‘મુંબઈ ઇન્ડિયન્સ માટે આઇપીએલ હજી દૂર છે અને હાર્દિક કમબૅક કરવા ૧૨૦ ટકા પૂરતો સમય આપે એ જરૂરી છે. હું મારા અનુભવથી કહું છું કે કોઈ પણ ઇન્જર્ડ થાય ત્યારે એ મહત્ત્વનું નથી હોતું કે તે કમબૅક કરે છે, પણ એ મહત્ત્વનું હોય છે કે તે કેવી રીતે કમબૅક કરી રહ્યો છે. હું હંમેશાં લોકોને સલાહ આપતો હોઉં છું કે જ્યારે તમે ઈજા પામો છો ત્યારે એને સંપૂર્ણ રીતે ક્યૉર કરો અને ક્યારે પણ કમબૅક કરવાની ઉતાવળ ન કરો.’

cricket news sports news zaheer khan hardik pandya board of control for cricket in india india new zealand