ગુજરાત સામે હારનો સિલસિલો તોડી શકશે મુંબઈ?

07 May, 2025 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લી ત્રણેય મૅચમાં મુંબઈને હરાવ્યું છે ગુજરાત ટાઇટન્સે, વાનખેડે સ્ટેડિયમમાં એકમાત્ર ટક્કરમાં હોમ ટીમે મારી હતી બાજી

પિચનું નિરીક્ષણ કરી રહેલો ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ. તસવીર : સતેજ શિંદે

IPL 2025ની ૫૬મી મૅચ આજે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. સીઝનની પહેલી ટક્કરમાં ગુજરાતે ૩૬ રને મુંબઈ સામે જીત નોંધાવી હતી. વાનખેડે સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે ૨૦૨૩માં જ એકમાત્ર ટક્કર થઈ છે જેમાં મુંબઈએ ૨૭ રને જીત મેળવી હતી, પરંતુ છેલ્લી ત્રણેય ટક્કરમાં ગુજરાતે મુંબઈ પલટન સાથે સળંગ ત્રણ જીત મેળવી છે. મુંબઈ આ હારના સિલસિલાને તોડવાની આશા રાખશે. બન્ને ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ-ટૂનું સ્થાન મેળવવાનો ટાર્ગેટ રાખશે.

ગુજરાત ટાઇટન્સના બૅટિંગ-કોચ પાર્થિવ પટેલ અને મુંબઈ ઇન્ડિયન્સના બૅટિંગ-કોચ કાઇરોન પોલાર્ડે પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન કરી વાતચીત.

છેલ્લી મૅચમાં મુંબઈના બોલર્સના શાનદાર પ્રદર્શનને કારણે રાજસ્થાન રૉયલ્સ સામે ૧૦૦ રને મોટી જીત નોંધાવી હતી. તેમની સામે ગુજરાતના ટૉપ-ઑર્ડર બૅટર શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જૉસ બટલર જોરદાર પડકાર આપશે. વર્તમાન સીઝનમાં ત્રણેયે પહેલી બે વિકેટ માટે રેકૉર્ડ ૧૪ વખત ૫૦ પ્લસ રનની ભાગીદારી કરી છે. ગિલ અને સુદર્શનની ઓપનિંગ જોડીએ પણ એક વેન્યુ પર ૧૦૦૦ પ્લસ રન કરવાની પહેલી ભારતીય જોડી બનવાનો રેકૉર્ડ કર્યો છે.

ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ નેટ્સમાં જોરદાર બોલિંગ પ્રૅક્ટિસ કરી હતી.

હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

GTની જીત

MIની જીત

 

indian premier league IPL 2025 gujarat titans mumbai indians cricket news sports news sports