ધોનીને તેના ફ્રેન્ડઝ કેમ કહે છે 'આતંકવાદી' ?

18 May, 2019 01:46 PM IST  |  મુંબઈ

ધોનીને તેના ફ્રેન્ડઝ કેમ કહે છે 'આતંકવાદી' ?

Image Courtesy : Dhoni's Instagram

મહેન્દ્ર સિંહ ધોની હાલ વર્લ્ડ કપની તૈયારીઓમાં વ્યસ્ત છે. ધોની પણ ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ રમવા જનારી ટીમ ઈન્ડિયાનો ભાગ છે. ધોનીની કેપ્ટનશિપમાં જ ભારતે 2011માં વન ડે વર્લ્ડ કપ જીત્યો હતો. જો કે ધોની આ વર્લ્ડ કપ વિરાટ કોહલીની કેપ્ટનસીમાં રમશે.

ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતાડનાર એમ. એસ ધોની હંમેશા પોતાના ફ્રેન્ડઝ તેના માટે કેટલા ખાસ છે, તે જાહેર કરતો રહે છે. 2000ના ગાળામાં બિહાર તરફથી ક્રિકેટ રમતા સમયે ધોનીને જે ફ્રેન્ડ્ઝ હતા, તેની સાથે કેપ્ટન કૂલ આજે પણ સમય ગાળવાનું પસંદ કરે છે.

સ્પોર્ટ સ્ટારના રિપોર્ટ પ્રમાણે ધોનીના ખાસ મિત્ર સત્ય પ્રકાશે ધોની સાથેની મિત્રતાના દિવસો યાદ કર્યા છે. સત્યપ્રકાશે કહ્યું,'અમે ધોનીને આતંકવાદી હીને બોલાવતા હતા. તે હમેશા 20 બોલમાં 40-50 રન ફટકારી દેતો. પરંતુ જ્યારે તે દેશ માટે રમ્યો ત્યારે તે શાંત થઈ ગયો, અને તેનું વલણ પણ બદલાયું છે. તે ખૂબ સારો વિદ્યાર્તી છે.'

ધોનીની કેપ્ટનસીના વખાણ કરતા સત્યપ્રકાશે કહ્યું,'ભૂતકાળમાં ધોનીએ ખૂબ ઓછીવાર કેપ્ટનસી કરી છે. પરંતુ હવે તે ટીમ ઈન્ડિયાના ઓલ ટાઈમ ગ્રેટ પ્લેયર્સ અને કેપ્ટનમાંનો એક બની ચૂક્યો છે. તે હંમેશા હિન્દીમાં વાત કરતો પરંતુ હવે તે ફ્લુઅન્ટલી અંગ્રેજી બોલી શકે છે.'

ઉલ્લેખનીય છે કે 2019નો ક્રિકેટ વર્લ્ડ કપ ધોનીની છેલ્લી ટુર્નામેન્ટ હોવાની ચર્ચા થાય છે. ત્યારે ચેન્નાઈ સુપરકિંગ્સના સીઈઓએ સ્પષ્ટતા કરી છે કે,'અમને વિશ્વાસ છે કે તે પાછો આવશે. છેલ્લા બે વર્ષમાં તેનું બેટિંગનુ ફોર્મ ખરાબ હતું. પરંતુ આ બે વર્ષ બાદ તમને તેની બેટિંગ જોઈ છે. છેલ્લી સિઝનમાં તેનું પર્ફોમન્સ બધાએ જોયું છે. હું તેને જેટલો જાણું છું તે પ્રમામે વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયા માટે તે મહત્વનો રોલ ભજવશે.'

આ પણ વાંચોઃ ઉસકી સિક્સરોં મેં બહોત જાન હૈં

ઉલ્લેખનીય છે કે કેપ્ટન કૂલે ફરી એકવાર ચેન્નાઈ સુપરકિંગ્સને આઈપીએલની ફાઈનલમાં પહોંચાડી હતી. જો કે રસાકસી ભરી આ મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સનો મુંબઈ ઈન્ડિયન્સ સામે 1 રને પરાજય થયો હતો.

ms dhoni mahendra singh dhoni cricket news sports news world cup 2019