ઉસકી સિક્સરોં મેં બહોત જાન હૈં

Published: May 18, 2019, 12:54 IST

હરભજન સિંહનું માનવું છે કે ટીમ-મૅનેજમેન્ટે મહેન્દ્ર સિંહ ધોનીને પહેલા જ બૉલથી હિટિંગ કરવાની છૂટ આપવી જોઈએ : આ ભૂતપૂર્વ ઑફ-સ્પિનરની સેમી ફાઇનલિસ્ટ ટીમો છે ભારત, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ

હરભજન અને ધોની પ્રેક્ટિસ દરમિયાન
હરભજન અને ધોની પ્રેક્ટિસ દરમિયાન

મહેન્દ્ર સિંહ ધોનીની લાંબા છગ્ગા ફટકારવાની આદત હજી યથાવત્ છે એટલે ભારતના ટીમ-મૅનેજમેન્ટે તેને પહેલા બૉલથી છગ્ગા ફટકારવાનું લાઇસન્સ આપવું જોઈએ એવું ચેન્નઈ સુપરકિંગ્સના તેના ટીમ-મેટ હરભજન સિંહનું માનવું છે. છેલ્લા થોડા મહિનાઓથી એવો ટ્રેન્ડ શરૂ થયો છે કે ધોની ગેમને છેક છેલ્લી ઓવર સુધી ખેંચી જાય છે.

‘ટર્બોનેટર’ તરીકે પ્રખ્યાત હરભજન સિંહે કહ્યું કે ‘ધોની શરૂઆતથી હિટિંગ કરે ત્યારે તે ફુલફૉર્મમાં હોય છે. તેની ઘણીબધી ઇનિંગ્સ એવી છે જેમાં તેણે શરૂઆતથી હિટિંગ કર્યું હોય. મને લાગે છે કે ટીમ-મૅનેજમેન્ટે ધોની અને હાર્દિક પંડ્યાને પહેલા બૉલથી જે રીતે બૅટિંગ કરવી હોય એ રીતે કરવાનો મોકો આપવો જોઈએ, કોઈ બંધન નહીં નાખવાનું. પહેલાંનો ધોની સ્પિનરો સામે બીજા જ બૉલથી ઊંચી-ઊંચી સિક્સરો ફટકારતો હતો. તેણે જૂની સ્ટાઇલ ફરી શરૂ કરવી જોઈએ. ઉસકે છક્કોં મેં બહોત જાન હૈં.’

હરભજને સમજાવ્યું હતું કે બોલરનું મગજ બૅટ્સમૅન સામે કઈ રીતે સ્ટ્રૅટેજી બનાવતું હોય છે. તેણે કહ્યું  કે ‘ધારો કે હું કેવિન પીટરસન અને ઇયાન બેલ સામે બોલિંગ કરું છું તો મને બેલ કરતાં પીટરસનનો ડર વધારે લાગશે. હું કેપી સામે બે બૉલ ડૉટ કરી શકીશ, પણ તે મારી સામે હિટિંગ કરશે. ઇયાન બેલ સિંગલ લઈને સ્કોર વધારશે. ધોની કેપીની જેમ બોલરો સામે હિટિંગ કરી શકે છે.’

તેણે બૅટિંગ-પોઝિશન વિશે કહ્યું કે ‘ચોથા અને છઠ્ઠા ક્રમ વિશે મને ચિંતા છે. લોકેશ રાહુલ અને કેદાર જાધવ સિવાય બીજો કોઈ બૅટ્સમૅન ક્રમશ: ચોથા અને છઠ્ઠા ક્રમનો દાવેદાર નથી જે થોડો ચિંતાનો વિષય છે. આશા છે કે સાઉથ આફ્રિકા સામેની પહેલી વલ્ર્ડ કપ મૅચ પહેલાં કેદાર સંપૂર્ણપણે ફિટ થઈ જશે. વિરાટ કોહલી સિવાય ટીમમાં બીજો કોઈ ગેમ-ચેન્જર હોય તો એ છે જસપ્રીત બુમરાહ. સચિન તેન્ડુલકરે તેને વર્તમાનમાં દુનિયાનો બેસ્ટ ફાસ્ટ બોલર કહ્યો છે, કારણ કે તેણે ઇમ્પૅક્ટ એવી ઊભી કરી છે. જો તમે ટીમમાંથી જસપ્રીત બુમરાહને કાઢી નાખો તો શરીરમાંથી હૃદય કાઢ્યું કહેવાય. તે ખૂબ કીમતી બોલર છે, ભારતીય બોલિંગનો વિરાટ કોહલી છે.’

આ પણ વાંચો:વર્લ્ડ કપ 2019: ભારતે ગુમાવી હતી 17 પર 5 વિકેટ, છતાંય મેળવી જીત

તેની સેમી ફાઇનલિસ્ટ ટીમો ભારત, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ છે. વેસ્ટ ઇન્ડીઝ કે પાકિસ્તાન શા માટે ન પહોંચી શકે એના જવાબમાં તેણે કહ્યું કે ‘હું એમ નથી કહેતો કે તેઓ નહીં પહોંચી શકે. ન્યુ ઝીલૅન્ડ એવી ટીમ છે જેના ખેલાડીઓ ગ્લોબલ ટુર્નામેન્ટમાં સતત સારું પફોર્ર્મ કરે છે અને મોટી ટુર્નામેન્ટમાં આ મોટો તફાવત ઊભો કરે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK