પપ્પા સાથે એક ઍડ્માં બની મૉડલ

07 January, 2021 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પપ્પા સાથે એક ઍડ્માં બની મૉડલ

ધોની અને ઝિવા ઍડ્માં

મહેન્દ્ર સિંહ ધોનીના સોશ્યલ મીડિયામાં લાખો ફૅન ફૉલોવિંગ હોય એ તો સમજ્યા, પણ તેની પાંચ વર્ષની ક્યૂટ પુત્રી ઝિવાના પણ ૧.૮ મિલ્યન ફૉલોઅર્સ છે. ઝિવાના દરેક પોસ્ટ પર લાખો લાઇક્સ અને હજારો કમેન્ટ આવે છે. ધોની રિટાયરમેન્ટ બાદ ફક્ત આઇપીએલમાં રમતો જોવા મળે છે. ઑર્ગેનિક ફાર્મિંગનો બિઝનેસ ઉપરાંત ધોની એક ડઝન જેટલી બ્રૅન્ડ સાથે સંકળાયેલો છે અને એની ઍડ્માં જોવા મળી રહ્યો છે. ધોની ફૅમિલીના ચાહકો આજકાલ જબરા ખુશ છે, કેમ કે ધોની સાથે તેની લાડલી ઝિવા પણ એક ઍડ્માં જોવા મળી રહી છે. કંપનીએ તાજેતરમાં સોશ્યલ મીડિયામાં આ ઍડ્નું પોસ્ટર અને ટીઝર રિલીઝ કર્યું હતું. ટીઝરમાં ધોની-ઝિવાની જોડીનો જબરો જાદુ જોવા મળી રહ્યો છે અને ચાહકોનાં દિલ જીતી રહ્યાં છે. આમ ઝિવાનું ઍડ્ કે ઍક્ટિંગ ડેબ્યુ પપ્પા સાથે થઈ રહ્યું છે.

sports sports news cricket news ms dhoni mahendra singh dhoni