09 February, 2025 09:40 AM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
ધોનીના બંગલાની બહારની દીવાલ પર ધોનીના હેલિકૉપ્ટર શૉટ અને તેની જર્સી નંબર સાત જોવા મળી રહી છે
ઝારખંડની રાજધાની રાંચીસ્થિત ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના એક ઘરની આસપાસ હાલમાં ક્રિકેટ ફૅન્સની અવરજવર વધી ગઈ છે. ધોનીનું આ જૂનું ઘર હાલમાં રિનોવેટ કરવામાં આવ્યું છે અને એને કારણે એ શહેરનું હૉટ સેલ્ફી પૉઇન્ટ બની ગયું છે. ધોનીના બંગલાની બહારની દીવાલ પર ધોનીના હેલિકૉપ્ટર શૉટ અને તેની જર્સી નંબર સાત જોવા મળી રહી છે. દીવાલના એક ભાગ પર ધોનીના અલગ-અલગ શૉટ્સ અને વિકેટકીપિંગની પોઝિશનવાળી આકૃતિઓ પણ જોવા મળી છે.
વર્ષ ૨૦૦૯ની શરૂઆતમાં ધોનીને ઝારખંડ હાઉસિંગ બોર્ડ દ્વારા એક પ્લૉટ ભેટમાં આપવામાં આવ્યો હતો. ધોનીએ એની પાછળ બીજો પ્લૉટ ખરીદ્યો અને ઘર બનાવીને એને શૌર્ય નામ આપ્યું છે.