આપણને ગર્વ હોવો જોઈએ કે ધોની આપણા દેશમાં જન્મ્યો : મુરલી વિજય

09 December, 2025 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુરલી વિજયે ધોનીના પાવર-હિટિંગ, માનસિક શક્તિ અને રમત પરના તેના અજોડ પ્રભાવની પ્રશંસા કરી હતી

મુરલી વિજય

ભારતના ભૂતપૂર્વ ઓપનર મુરલી વિજયે ભૂતપૂર્વ કૅપ્ટન એમ. એસ. ધોનીના અજોડ વારસાની પ્રશંસા કરી છે. તેણે એક ચર્ચામાં કહ્યું હતું કે ‘ધોની નૅચરલ અને ખૂબ જ અનોખો છે. તમે તેના વ્યક્તિત્વનું અનુકરણ કરી શકતા નથી. કોઈ પણ આવીને તે જે કરે છે એ કરી શકતું નથી. જે ​​રીતે તેણે રમત પર પ્રભુત્વ મેળવ્યું અને નેતૃત્વ કર્યું એ અદ્ભુત હતું.’

ધોનીના નેતૃત્વમાં IPL અને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં રમનાર મુરલી વિજયે વધુમાં કહ્યું હતું કે ‘તેણે T20 વર્લ્ડ કપ 2007ની ફાઇનલની છેલ્લી ઓવર ફાસ્ટ બોલર જોગિન્દર શર્માને આપીને કંઈક અલગ કર્યું એથી આપણે કપ જીત્યો. આપણે બધાને ગર્વ હોવો જોઈએ કે તે આપણા દેશમાં જન્મ્યો છે.’

મુરલી વિજયે ધોનીના પાવર-હિટિંગ, માનસિક શક્તિ અને રમત પરના તેના અજોડ પ્રભાવની પ્રશંસા કરી હતી. 

murali vijay ms dhoni mahendra singh dhoni cricket news sports sports news chennai super kings IPL 2026 indian premier league