7માં મહિનાની 7 તારીખે જન્મેલા ધોની માટે નંબર 7 કેમ છે ખાસ!

07 July, 2019 01:14 PM IST  | 

7માં મહિનાની 7 તારીખે જન્મેલા ધોની માટે નંબર 7 કેમ છે ખાસ!

ધોની માટે નંબર 7 કેમ છે ખાસ!

આજે 7માં મહિનાની 7મી તારીખ છે અને આજના દિવસે જ ભારતીય ટીમના કેપ્ટન કૂલ માહી કે જેમની જર્સી પાછળ મોટા અક્ષરોમાં 7 જોવા મળે છે પોતાનો 38મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. દુનિયાના સૌથી સફળ કેપ્ટન અને વિકેટ કિપર ધોનીના જીવનમાં નંબર 7નું સ્થાન પ્રમુખ છે. કહેવામાં આવે છે કે, ધોની માટે નંબર 7 ખુબ લકી છે અને જીવનમાં કોઈ ને કોઈ રીતે નંબર 7 સાથે જોડાયેલો છે. ચાલો જોઈએ ધોનીના જીવનમાં નંબર 7 કઈ રીતે જોડાયેલો છે.

ધોનીનો જન્મ 7 જુલાઈએ એટલે કે 7માં મહિનાની 7 તારીખે થયો હતો.

7માં મહિનામાં જ ધોની અને સાક્ષીના લગ્ન થયા હતા. ધોની અને સાક્ષીના લગ્ન 4 જુલાઈ 2010એ થયા હતા.

ધોનીને કેપ્ટનશીપ પણ 2007માં જ આપવામાં આવી હતી.

2007માં ભારતીય ટીમે ધોનીની કેપ્ટનશીપમાં T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.

ધોનીની ગાડીનો નંબર પણ 007 છે. ધોનીના નામમાં પણ 7 છુપાયેલું છે M S DHONI કુલ અક્ષર 7 થાય

2011 વર્લ્ડ કપમાં પણ 7નો સંજોગ છે. 2011 વર્લ્ડ કપમાં 2011માં કુલ 7 મેચ જીતી હતી અને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.

ધોનીની બ્રાન્ડનું નામ પણ 7 છે. ધોની બ્રાન્ડેડ પરફ્યુમની બ્રાન્ડ ધરાવે છે.

ધોનીએ ભારતીય ટીમ તરફથી રમતા પાકિસ્તાન સામે 7 હજાર રન પૂરા કર્યા હતા અને ધોની ભારતીય ટીમનો સાતમો પ્લેયર હતો જેણે 7 હજાર રન પૂરા કર્યા હોય

ms dhoni mahendra singh dhoni cricket news gujarati mid-day