કૅપ્ટન બનેલા બુમરાહને મમ્મીએ અનેક જાતની સલાહ આપી

02 July, 2022 05:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જસપ્રીત ટીમ ઇન્ડિયાનો સુકાની બન્યો એ બદલ તેના મમ્મી ખૂબ ગર્વ અનુભવે છે

કૅપ્ટન બનેલા બુમરાહને મમ્મીએ અનેક જાતની સલાહ આપી

અમદાવાદનો જસપ્રીત બુમરાહ ગઈ કાલે ટેસ્ટમાં કપિલ દેવ પછીનો ભારતનો પહેલો ફાસ્ટ બોલર-કૅપ્ટન બન્યો એ પહેલાં બુમરાહની પત્ની અને આઇસીસીની રિવ્યુ-પ્રેઝન્ટર સંજના ગણેશને પતિને તેના મમ્મી દલજિત બુમરાહ પાસેથી શું માર્ગદર્શન મળ્યું અને પુત્રને કૅપ્ટન્સી મળી એ વિશે તેઓ કેટલા ખુશ હતાં અેની વાત કેટલાક મીડિયાને આપેલી મુલાકાતમાં કરી છે.
સંજનાએ કહ્યું, મારા સાસુજીને ક્રિકેટની મૅચો જોવી તો ખૂબ ગમે જ છે, પુત્રને ઘણી વાર સલાહ પણ આપતા હોય છે. પોતાને ક્રિકેટની રમત બેહદ પ્રિય છે એટલે તેઓ દીકરાને હંમેશાં સારું રમવાનું કહેતા હોય છે. જસપ્રીતને કૅપ્ટન બનાવાયો એવી સત્તાવાર જાહેરાત કરાઈ ત્યારે મારા સાસુજી એકદમ એક્સાઇટેડ હતાં. તેમની ખુશીની કોઈ સીમા નહોતી. મારા હસબન્ડની આખી ક્રિકેટ-કરીઅરના ઘડવૈયા ખરેખર તો મારા સાસુજી જ છે. તેમણે જસપ્રીતને અઢળક સલાહ આપી છે. જેમ દરેક મમ્મી પોતાના સંતાનને કહેતાં હોય એમ મારા સાસુજીએ જસપ્રીતને ખાસ ટિપ્સ આપતાં કહેલું કે તારે આ પ્રમાણે જ વિચારવાનું અને આમ જ કરવાનું. જસપ્રીત ટીમ ઇન્ડિયાનો સુકાની બન્યો એ બદલ તેના મમ્મી ખૂબ ગર્વ અનુભવે છે.’

sports news cricket news jasprit bumrah