હું સીમ અને સ્વિંગ પર ધ્યાન આપું છું, પેસ સ્ટ્રેન્થથી આવે છે : શમી

18 April, 2020 07:50 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હું સીમ અને સ્વિંગ પર ધ્યાન આપું છું, પેસ સ્ટ્રેન્થથી આવે છે : શમી

ફાઈલ તસવીર

ભારતીય ક્રિકેટ ટીમના બોલર મોહમ્મદ શમીનું કહેવું છે કે આ દિવસોમાં હું સીમ અને સ્વિંગ બોલિંગ પર મહેનત કરી રહ્યો છે. બોલિંગ-સ્ટાઇલ વિશે વાત કરતાં શમીએ કહ્યું કે ‘હું લોકોને આશ્વસ્ત કરવા માગું છું કે મારી પેસ ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી નથી થઈ, પણ હું સીમ અને સ્વિંગ પર કામ કરી રહ્યો છું. મેં હંમેશાં પ્રયત્ન કર્યો છે કે મારી આ બન્ને વસ્તુઓ પર્ફેક્ટ રહે. હું મારી શારીરિક ક્ષમતાથી મારી પેસ પાછી લાવી શકીશ અને એ માટે હું વધારે ટ્રેઇનિંગ પણ કરીશ. જોકે એ ઉપરાંત હું સીમ અને સ્વિંગને પહેલાં પ્રાયોરિટી આપીશ અને જરાય શાંત નહીં બેસું. તમે જેમ જેમ રમતા જાઓ છો તેમ તેમ તમને વધારે અનુભવ મળતો જાય છે. એક પ્રક્રિયા પછી બીજી પ્રક્રિયાનું અનુસરણ કરવાનું હોય છે. માટે જો તમે એક ટેક્નિકમાં માસ્ટર થઈ જાઓ તો બીજી ટેક્નિક પર કામ કરવું જોઈએ. પહેલાં મને રિવર્સ સ્વિંગ વિશે વધારે ખબર નહોતી, પણ જેમ-જેમ એના વિશે ખબર પડવા લાગી એમ હું એની પણ પ્રૅક્ટિસ કરતો ગયો. તમે કોઈ વસ્તુ સાથે નથી જન્મતા અને ભગવાને મને આ આર્ટ સાથે નથી મોકલ્યો માટે મારે એના પર વધારે કામ કરવાનું રહે છે. તમારે જીવનમાં જે મેળવવું છે એને માટે હંમેશાં હાર્ડવર્ક કરતા રહેવું પડે છે.’

sports sports news cricket news mohammed shami