✕

મોહિત શર્મા CSKમાં બોલિંગ કોચ તરીકે જોડાશે

30 September, 2026 12:13 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે ડિસેમ્બરમાં રમતનાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લેનાર મોહિત શર્મા IPL 2025માં છેલ્લી વખત રમ્યો હતો

મોહિત શર્મા

ભારતનો ૩૮ વર્ષનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહિત શર્મા ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમના નવા બોલિંગ કોચ તરીકે જોડાવા માટે તૈયાર છે. મોહિત શર્મા સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એરિક સિમૉન્સનું સ્થાન લેશે.

ચેન્નઈ સુપર કિંગ્સના CEO કાસી વિશ્વનાથને કહ્યું હતું કે ‘હેડ કોચ ઝહીર ખાન સપોર્ટ-સ્ટાફને અંતિમ રૂપ આપવાની પ્રક્રિયામાં છે. તેણે બોલિંગ કોચની ભૂમિકા માટે મોહિતને ધ્યાનમાં લીધો છે. આટલું હું જાણું છું.’

ગયા વર્ષે ડિસેમ્બરમાં રમતનાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લેનાર મોહિત શર્મા IPL 2025માં છેલ્લી વખત રમ્યો હતો. તે IPLની પહેલી ત્રણ સીઝન સહિત ૨૦૧૯ની સીઝનમાં CSK માટે ૪૮ વખત રમ્યો હતો અને હવે બંધ થઈ ગયેલી ચૅમ્પિયન્સ લીગ T20ની બે સીઝનમાં વધુ ૧૦ વખત રમ્યો હતો. ૧૨૦ IPL મૅચમાં તેણે ૧૩૪ વિકેટ લીધી છે.

chennai super kings indian premier league cricket news sports sports news ipl 2027