મોહમ્મદ સિરાજના ઘરની દીવાલ પર શોભે છે વિરાટ કોહલીની અમૂલ્ય ગિફ્ટ

11 August, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે એ મૅચ વિરાટની અંતિમ ટેસ્ટ-મૅચ બની હતી. કોહલીની ટેસ્ટ-નિવૃત્તિ બાદ ઇંગ્લૅન્ડ ટૂર પર મોહમ્મદ સિરાજ તેની જેમ જ આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો.

મોહમ્મદ સિરાજના ઘરની દીવાલ પર શોભે છે વિરાટ કોહલીની અમૂલ્ય ગિફ્ટ

સોશ્યલ મીડિયા પર ગઈ કાલે મોહમ્મદ સિરાજના ઘરનો એક ફોટો જબરદસ્ત વાઇરલ થયો હતો. આ ફોટોમાં વિરાટ કોહલીની અંતિમ ટેસ્ટ-મૅચની જર્સી જોવા મળી હતી. કોહલીના ઑટોગ્રાફવાળી આ જર્સીને સિરાજે ફ્રેમ કરીને પોતાના ફોટોની બાજુમાં જ લગાવી હતી. ઑસ્ટ્રેલિયા-ટૂરમાં સિડની ટેસ્ટના અંતે સિરાજને આ જર્સી ભેટ મળી હતી. જોકે એ મૅચ વિરાટની અંતિમ ટેસ્ટ-મૅચ બની હતી. કોહલીની ટેસ્ટ-નિવૃત્તિ બાદ ઇંગ્લૅન્ડ ટૂર પર મોહમ્મદ સિરાજ તેની જેમ જ આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો.

mohammed siraj virat kohli indian cricket team cricket news sports news sports sydney