16 March, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિચલ સ્ટાર્ક, કે. એલ. રાહુલ
ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે હાલમાં ટીમ ઇન્ડિયા અને કે. એલ. રાહુલ વિશે મોટાં નિવેદન આપ્યાં છે. તે કહે છે કે મને લાગે છે કે ભારત વિશ્વની એકમાત્ર ટીમ છે જે એક જ દિવસમાં ટેસ્ટ, વન-ડે અને T20માં અલગ-અલગ ટીમ ઉતારીને પડકારજનક ક્રિકેટ રમી શકે છે.
IPL 2025 પહેલાં તેણે પોતાના દિલ્હી કૅપિટલ્સના સાથી-પ્લેયર કે. એલ. રાહુલની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘કે. એલ. રાહુલ ભારત માટે મિસ્ટર ફિક્સ-ઇટ જેવો છે. જ્યારે કહેવામાં આવે ત્યારે તેણે બૅટિંગ કરી છે, નંબર-૬ પર બૅટિંગ કરી છે, કૅપ્ટન્સી કરી છે, ફીલ્ડિંગ કરી છે, મિડલ ઑર્ડરમાં બૅટિંગ કરી છે. તેણે લગભગ બધું જ કર્યું છે. તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. હું તેની સાથે રમવા ઉત્સાહી છું.’