મિડ-ડે કપ 2020: મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ વચ્ચે શરૂ થયો ક્રિકેટનો જંગ

29 February, 2020 04:45 PM IST  |  Mumbai

મિડ-ડે કપ 2020: મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ વચ્ચે શરૂ થયો ક્રિકેટનો જંગ

મિડ-ડે કપ 2020નું બેનર

આજે મિડ-ડેએ ક્રિકેટ પ્રેમીઓ માટે મુંબઈની ગુજરાતી જ્ઞાતિઓ માટેની ભવ્ય ક્રિકેટનું આયોજન કાંદિવલી પોઈસર ખાતે યોજાયું છે. યોજાયેલા આ ક્રિકેટ કપમાં વિવિધ ગુજરાતી જ્ઞાતિઓ ભાગ લેશે. આ આયોજનમાં 24 ટીમો, T20 જેવું જ TEN10નું એક્સાઈટિંગ ફોર્મેટ જોવા મળશે. સાથે વાઈટ લેધર બોલ, રંગીન કપડા અને એક્શન અનલિમિટેડની ભરમાર પણ જોવા મળશે

આજથી મેદાનમાં આ મૅચની શરૂઆત થઈ રહી છે. ત્યારે આજે પહેલો મુકાબલે ટીમ હાલાઈ લોહાણા અને હાલાઈ વિસા ઓસાવળ જૈન વચ્ચે મુકાબલો જોવા મળ્યો. હાલાઈ લોહાણા ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લીગ રાઉન્ડની પહેલી મૅચ હાલાઈ લોહાણા જીતી છે.

હાલાઈ વિસા ઓસાવળ જૈન ટીમે 10 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 50 રન કર્યા અને સામે હાલાઈ લોહાણાની ટીમે 95 રનથી જીતી છે. એક પણ વિકેટ ગુમાવ્યા વગર 145 રનથી લીગ રાઉન્ડની પહેલી મૅચ હાલાઈ લોહાણા જીતી છે.

મેહુલ ગોકાણી બન્યા મૅન ઑફ ધ મૅચ

હાલાઈ લોહાણાના બેટિંગ ઓપનર મેહુલ ગોકાણીનું આ પહેલી મૅચમાં શાનદાર પ્રદર્શન રહ્યું અને એમણે 29 બોલમાં 61 રન કર્યા અને સાથે જ 1 ઓવરમાં 2 વિકેટ લીધીને અને સામે 2 રન જ આપીને મૅન ઑફ ધ મૅચનું ટાઈટલ જીતી લીધું.

cricket news sports news gujarati mid-day