વિઝડન મૅગેઝિનમાં ફરીથી ચમક્યા ‘મિડ-ડે’ના ફોટોગ્રાફર અતુલ કાંબળે

28 February, 2021 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિઝડન મૅગેઝિનમાં ફરીથી ચમક્યા ‘મિડ-ડે’ના ફોટોગ્રાફર અતુલ કાંબળે

‘મિડ-ડે’ના ફોટોગ્રાફર અતુલ કાંબળેએ ફરી પાછી પોતાના કૅમેરા-‍ઍન્ગલ વડે કમાલ કરી બતાવી છે. ઑક્ટોબર ૨૦૨૦માં જુહુ બીચ પર ક્રિકેટ રમતા રમતવીરોનો આ ફોટો તેમણે પોતાના કૅમેરામાં કેદ કર્યો હતો જેને ઇંગ્લૅન્ડના પ્રતિષ્ઠિત ‘વિઝડન’ મૅગેઝિનની ૨૦૨૧ની એડિશનમાં સ્થાન આપવામાં આવ્યું છે. અગાઉ ૨૦૧૩માં સચિન જ્યારે કરીઅરની છેલ્લી ઇનિંગ્સ રમવા મુંબઈના વાનખેડે સ્ટેડિયમના ડ્રેસિંગરૂમમાંથી બહાર આવ્યો હતો એ ક્ષણની તસવીર પણ ૨૦૧૪ના ‘વિઝડન’માં છપાઈ હતી. વેલ ડન અતુલ કાંબળે.

અતુલ કાંબળે

sports sports news cricket news