મિડ-ડે કપ માટે આજે કાંટે કી ટક્કર

26 January, 2021 01:31 PM IST  |  Mumbai | Dinesh Savaliya

મિડ-ડે કપ માટે આજે કાંટે કી ટક્કર

તસવીર: નિમેશ દવે

ફાઇનલ મુકાબલો ભારે રોમાંચક રહેવાની અપેક્ષા: ચરોતર રૂખી સૌથી વધુ ચાર વાર વિજેતા બની છે, જ્યારે કચ્છી કડવા પાટીદાર છેલ્લાં ત્રણ વર્ષથી આ ટ્રોફી જીતી રહી છે: બન્ને ટીમ ક્યારેય ફાઇનલમાં હારી નથી, પણ આજે એકનો વિજયરથ અટકી જશે

મિડ-ડે કપ ૨૦૨૦ની ૧૩મી સીઝનની આજે ડ્રીમ ફાઇનલ ટક્કર જામશે. આ સીઝનની જ નહીં, પણ ટુર્નામેન્ટના ઇતિહાસની બે સૌથી સફળ ટીમો વચ્ચે આજે મુકાબલો જામવાનો છે. ચરોતર રૂખી આજે પાંચમી વાર ફાઇનલમાં રમશે, જ્યારે કચ્છી કડવા પાટીદાર ચોથી વખત. બન્ને ટીમનો રેકોર્ડ છે કે એ ક્યારેય ફાઇનલમાં હારી નથી. ફાઇનલમાં પ્રવેશ કર્યા પછી ટ્રોફી લઈને જ ઘરે ગઈ છે, પણ આજે ફાઇનલમાં અજેયનો એ રેકૉર્ડ બન્નેમાંથી કોઈ એકનો આજે તૂટશે. આ સીઝનમાં કચ્છી કડવા પાટીદાર એક પણ મૅચ હાર્યું નથી, જ્યારે ચરોતર રૂખીએ સેકન્ડ લીગ મૅચમાં કચ્છ-વાગડ લેઉવા પટેલ સામે ૪ વિકેટે પરાજય જોવો પડ્યો હતો.

રોડ ટુ ધ ફાઇનલ

કચ્છી કડવા પાટીદાર

લીગ રાઉન્ડ

- કચ્છી દશા ઓસવાળ જૈન સામે ૭૨ રનથી વિજય

- ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સામે ૧૩ રનથી વિજય

- કપોળ સામે ૬ વિકેટે વિજય

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ

- હાલાઈ લોહાણા સામે ૧૪ રનથી વિજય

ક્વૉર્ટર ફાઇનલ

- કચ્છી લોહાણા સામે ૧૬ રનથી વિજય

સેમી ફાઇનલ

- સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સામે ૮ વિકેટે વિજય

રોડ ટુ ધ ફાઇનલ

ચરોતર રૂખી

લીગ રાઉન્ડ

- આંજણા ચૌધરી સામે ૪૪  રનથી વિજય

- કચ્છ-વાગડ લેઉવા પટેલ સામે ૪ વિકેટે પરાજય

- અડાઆઠમ દરજી સામે ૬ વિકેટે વિજય

પ્રી-ક્વૉર્ટર ફાઇનલ

- કચ્છી વીસા ઓસવાળ જૈન સામે ૯ વિકેટે વિજય

ક્વૉર્ટર ફાઇનલ

- નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ સામે ૮ વિકેટે વિજય

સેમી ફાઇનલ

- સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સામે ૧૦ વિકેટે વિજય

બન્ને ટીમનો અત્યાર સુધીની ફાઇનલમાં પર્ફોમન્સ

કચ્છી કડવા પાટીદાર

૨૦૧૭: કચ્છી લોહાણા સામે ૧૪૪ રનથી વિજય

૨૦૧૮: કપોળ સામે ૨૨ રનથી વિજય

૨૦૧૯: કચ્છી લોહાણા સામે ૧૧૭ રનથી વિજય

પ્લેયર ટુ વૉચ

દિનેશ નાકરાણી, અલ્પેશ રામજિયાણી, વેદાંશ ધોળુ, ભાવિક ભગત અને

હીરેન રંગાણી

ચરોતર રૂખી

૨૦૧૧: હાલાઈ લોહાણા સામે ૮૨ રનથી વિજય

૨૦૧૨: હાલાઈ લોહાણા સામે ૧૦ વિકેટે વિજય

૨૦૧૩: કચ્છી લોહાણા સામે ૩૩ રનથી વિજય

૨૦૧૫: કચ્છી લોહાણા સામે ૯ વિકેટે વિજય

પ્લેયર ટુ વૉચ

જિતેશ પૂરબિયા, ધીરજ સોલંકી, સચિન સોલંકી, નીતિન પરમાર અને હર્ષદ રાજપૂત

sports sports news cricket news