ઇંગ્લૅન્ડ માટે બેન સ્ટોક્સ પછી ઑલી પોપ નહીં, હૅરી બ્રૂક ટેસ્ટ-કૅપ્ટન હોવો જોઈએ : માઇકલ વૉન

06 August, 2025 06:58 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

બેન સ્ટોક્સની નિવૃત્તિ પછી હૅરી બ્રૂકને કૅપ્ટન્સી સોંપવી જોઈએ. ઑલી પોપ પાસે કૅપ્ટનને આપવા માટે સારાં સૂચનો છે, પરંતુ ઘણી વખત વાઇસ-કૅપ્ટન સારો કૅપ્ટન નથી હોતો

હૅરી બ્રૂક

ભૂતપૂર્વ ટેસ્ટ-કૅપ્ટન માઇકલ વૉને ઇંગ્લૅન્ડના ટેસ્ટ-નેતૃત્વ વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ‘ઑલી પોપ એક સારો વાઇસ-કૅપ્ટન છે, પરંતુ બેન સ્ટોક્સની નિવૃત્તિ પછી હૅરી બ્રૂકને કૅપ્ટન્સી સોંપવી જોઈએ. ઑલી પોપ પાસે કૅપ્ટનને આપવા માટે સારાં સૂચનો છે, પરંતુ ઘણી વખત વાઇસ-કૅપ્ટન સારો કૅપ્ટન નથી હોતો.’ હૅરી બ્રૂક હાલમાં ઇંગ્લૅન્ડની લિમિટેડ ઓવર્સની ટીમનો કૅપ્ટન પણ છે.

દિનેશ કાર્તિક બાઝબૉલનો પોસ્ટર-બૉય માને છે બ્રૂકને

ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિક કહે છે કે ‘હૅરી બ્રૂક બાઝબૉલનો પોસ્ટર-બૉય છે. તે મેદાન પર આવે છે, બધી પ્રતિભા સાથે રમે છે, બૉલરોનો સામનો કરે છે અને પોતાની રીતે રમે છે. જ્યાં સુધી તેને તેની રમતમાં વિશ્વાસ છે ત્યાં સુધી તેની સાતત્યતા જોવા જેવી છે. તે ટેસ્ટ-મૅચોમાં સારી ગતિથી રન બનાવી રહ્યો છે. તેને બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ છે, કારણ કે તે ખૂબ જ અણધારી રીતે રમે છે.

50

એકવીસમી સદીમાં આટલી ઇનિંગ્સમાં ફાસ્ટેસ્ટ ૧૦ ટેસ્ટ-સેન્ચુરી ફટકારવાનો રેકૉર્ડ કર્યો હૅરી બ્રૂકે.

india england test cricket cricket news sports news sports