મેલબર્નમાં પંડ્યાને પ્લેઇંગ ઇલેવનમાં રાખો : માઇક હસી

22 December, 2018 06:10 PM IST  | 

મેલબર્નમાં પંડ્યાને પ્લેઇંગ ઇલેવનમાં રાખો : માઇક હસી

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટ્સમૅન માઇકલ હસી

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બૅટ્સમૅન માઇકલ હસીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘મેલબર્નમાં થનારી ત્રીજી ટેસ્ટ-મૅચ માટે પરિસ્થિતિ પર્થની સરખામણીમાં ઘણી અલગ હશે. અહીં ભારતે પોતાના બોલિંગ આક્રમણમાં સંતુલન લાવવા માટે હાર્દિક પંડ્યાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા વિશે વિચાર કરવો જોઈએ.’

ત્રીજી ટેસ્ટ ૨૬ ડિસેમ્બરથી મેલબર્નમાં રમાશે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની પિચ પર તમામની નજર છે, કારણ કે ગયા વર્ષે અહીં ઇંગ્લૅન્ડ સામેની મૅચ ડ્રૉ થઈ હતી. વળી ICC પણ આ પિચને લઈને ખુશ નહોતું.

હસીએ કહ્યું હતું કે ‘પર્થની સ્થિતિ ઘણી અલગ હતી, પરંતુ મેલબર્નમાં પરિસ્થિતિ એના કરતાં અલગ છે. મારા મતે ભારતીય ફાસ્ટ બોલરોએ આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે ઍડીલેડ અને પર્થની ગરમીમાં પણ ઘણી સારી બોલિંગ કરી હતી. પંડ્યા જ્યારે ફૉર્મમાં હોય તો ઘણે અંશે મિચલ માર્શ જેવું પ્રદર્શન કરે છે. તમારા બોલરોનો વિકલ્પ હોવો જોઈએ જે તમારા ફાસ્ટ બોલરોનો ભાર હળવો કરી શકે, ખાસ કરીને ચાર ટેસ્ટની સિરીઝમાં તેથી બન્ને ટીમોએ બોલિંગ ઑલરાઉન્ડરના વિકલ્પ પર ધ્યાન આપવું જોઈએ.’

હસીએ કહ્યું હતું કે ‘બન્ને ટીમના બોલરોએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. ભારત પર્થમાં ચાર ફાસ્ટ બોલરો સાથે ઊતર્યું હતું. ટીમને અશ્વિનની ખોટ વર્તાઈ હતી તો નૅથન લાયને ટીમને જિતાડી હતી. જો ભારતીય ઓપનિંગ જોડીનું ખરાબ પ્રદર્શન યથાવત્ રહે તો ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેએ વધુ જવાબદારી સંભાળવી પડશે જેથી વિરાટ કોહલીની નિર્ભયતા પર સંતુલન લાવી શકાય.’

michael hussey australia india cricket news sports news hardik pandya