✕

માઇકલ હસીને ઑસ્ટ્રેલિયન ટીમમાં કન્સલ્ટન્ટ કોચની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી

07 November, 2026 11:06 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

ઍશિઝ ટેસ્ટ-સિરીઝ 2027, વન-ડે વર્લ્ડ કપ 2027, ઑલિમ્પિક્સ 2028 અને મેન્સ T20 વર્લ્ડ કપ 2028 જેવી ટુર્નામેન્ટમાં માઇકલ હસીની કોચ તરીકેની જવાબદારી મહત્ત્વપૂર્ણ બનશે.

માઇકલ હસી બન્યો કોચ

ચેન્નઈ સુપર કિંગ્સમાંથી ૮ વર્ષ લાંબી બૅટિંગ-કોચની નોકરી છૂટયા પછી ૫૧ વર્ષનો માઇકલ હસી પોતાના દેશની નૅશનલ મેન્સ ટીમના કોચિંગ સ્ટાફમાં જોડાયો છે. માઇકલ હસીને દરેક ફૉર્મેટ માટે કન્સલ્ટન્ટ કોચ જાહેર કરવામાં આવ્યો છે.  

ઍશિઝ ટેસ્ટ-સિરીઝ 2027, વન-ડે વર્લ્ડ કપ 2027, ઑલિમ્પિક્સ 2028 અને મેન્સ T20 વર્લ્ડ કપ 2028 જેવી ટુર્નામેન્ટમાં માઇકલ હસીની કોચ તરીકેની જવાબદારી મહત્ત્વપૂર્ણ બનશે. જ્યારે ઇંગ્લૅન્ડે ૨૦૨૨માં ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે માઇકલ હસી અંગ્રેજ કોચિંગ સ્ટાફનો ભાગ હતો.

૨૧ નવેમ્બરે ઑસ્ટ્રેલિયન ટીમ ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે T20 સિરીઝમાં ટકરાશે ત્યારે માઇકલ હસીનો કોચિંગ કાર્યકાળ શરૂ થશે. ૨૦૦૪થી ૨૦૧૩ દરમ્યાન તેણે ઑસ્ટ્રેલિયા માટે ૩૦૨ મૅચોમાં ૨૨ સેન્ચુરીની મદદથી ૧૨,૩૯૮ રન કર્યા હતા. સૌથી વધુ ઇન્ટરનૅશનલ રન કરનાર કાંગારૂ બૅટર્સના લિસ્ટમાં તે અગિયારમા ક્રમે છે. 

michael hussey australia chennai super kings t20 world cup one day international odi cricket news sports news sports