31 May, 2025 07:11 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રોહિત શર્માનો કૅચ છોડનાર ગેરાલ્ડ કોટઝી અને કુસલ મેન્ડિસ (તસવીર: X)
આઇપીએલના જબરદસ્ત થ્રીલિંગ મુકાબલા હવે પ્લેઑફની એલિમિનેટરમાં પહોંચી ગયા છે. ૩૦ મે, શુક્રવારના રોજ મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ એલિમિનેટર મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) એ ટૉસ જીતીને ગુજરાત ટાઇટન્સ (GT) સામે બૅટિંગ કરવાનો નિર્ણય લીધો. મુંબઈ ઇન્ડિયન્સ માટે રોહિત શર્મા અને જૉની બેયરસ્ટોએ ઓપનિંગ જોડી કરતાની સાથે જ પાવરપ્લેમાં મહત્ત્વપૂર્ણ બાઉન્ડ્રી ફટકારીને ભાગીદારી મજબૂત કરવાનું શરૂ કર્યું.
બીજી ઓવરના પાંચમા બૉલે, પ્રસિદ્ધ કૃષ્ણાએ લેન્થ ડિલિવરી ફેંકી, જેના પર રોહિત શર્માએ પુલ શૉટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં જરૂરી શક્તિ નહોતી, જેના પરિણામે તે ઓન-સાઇડ પર સ્ક્વેર લેગ પર સીધો કૅચ મતો જેતો હતો. ભલે ગુજરાત ટાઇટન્સનો ઝડપી બૉલર ગેરાલ્ડ કોટઝી ત્યાં ઊભો હતો પરંતુ તે શર્માનો કૅચ પકડવામાં નિષ્ફળ ગયો, અને દક્ષિણ આફ્રિકાના ઝડપી બૉલરના ખભા પર પડ્યો. કોટઝીએ કૅચ છોડ્યા પછી, પ્રસિદ્ધ કૃષ્ણા નારાજ દેખાયો હતો કારણ કે તેની ભૂતપૂર્વ MI કૅપ્ટન રોહિત શર્માને આઉટ કરવાની તક ન ચૂકી ગઈ હતી.
તેનો પહેલો આ કૅચ ન થતાં રોહિત શર્મા ૩૦૦ છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય અને આઈપીએલના ઇતિહાસમાં ૭૦૦૦ રન પૂરા કરનાર માત્ર બીજો બૅટ્સમૅન બન્યો. રોહિતે ગુજરાત ટાઇટન્સ સામે આઈપીએલ એલિમિનેટરમાં બંને સિદ્ધિઓ હાંસલ કરી. ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે IPL 2025 એલિમિનેટર મુકાબલાની પહેલી ઇનિંગમાં રોહિત શર્માને બે લાઇફલાઇન મળી.
GT vs MI મુકાબલા દરમિયાન રોહિત શર્માને બે લાઇફલાઇન મળી
ત્રીજી ઓવરના ચોથા બૉલે, કુસલ મેન્ડિસે રોહિત શર્માનો કૅચ છોડી દીધો. મોહમ્મદ સિરાજે બહાર ગૂડ લેન્થનો બૉલ ફેંક્યો, રોહિતે મોટો બૉલને મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સીધો વિકેટકીપરના ગ્લોવ્સ પર ગયો. જોકે, મેન્ડિસ નર્વસ દેખાતો હતો અને તેને છોડી દીધો. જૉની બેરસ્ટો સાથે મજબૂત ઓપનિંગ ભાગીદારી બનાવવાનો હેતુ રાખીને, બે લાઇફલાઇન્સે રોહિત શર્માનો આત્મવિશ્વાસ વધાર્યો.
IPL 2025 એલિમિનેટર મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રોહિત શર્મા, જૉની બેરસ્ટો ચમક્યા
પહેલી ઇનિંગના પાવરપ્લેના અંત પછી, રોહિત શર્માએ 33 રન બનાવ્યા અને તેની સાથે જૉની બેરસ્ટો 44 રન કર્યા. ગુજરાત ટાઇટન્સે તેમના બૉલિંગ આક્રમણ સાથે ખરાબ શરૂઆત કરી. ફિલ્ડિંગ કરતી વખતે ટાઇટન્સમાંથી કોઈ પણ સારું પ્રદર્શન કરી શક્યું નહીં. IPL પ્લેઓફમાં, મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બૅટિંગ કર્યા પછી આઠ વખત જીત મેળવી છે. દરમિયાન, પાંચ વખતના ચેમ્પિયને પ્રથમ ફિલ્ડિંગ કર્યા પછી પાંચ વખત જીત મેળવી હતી. પહેલા બૅટિંગ કરતાં મુંબઈએ પાંચ વિકેટ ગુમાવતાં 228 રન ફટકાર્યા, જેથી હવે ગુજરાતને જીતવા 229 રન ચેસ કરવાના રહેશે.