આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતી વખતે માનસિક સ્વાસ્થ્ય જરૂરી: હાર્દિક

09 April, 2021 08:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાર્દિક પંડ્યાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતી વખતે માનસિક સ્વાસ્થ્યના મહત્ત્વ પર પોતાના વિચાર પ્રગટ કર્યા હતા

હાર્દિક પંડ્યા

ભારતના અને મુંબઈ ઇન્ડિયન્સના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતી વખતે માનસિક સ્વાસ્થ્યના મહત્ત્વ પર પોતાના વિચાર પ્રગટ કર્યા હતા અને પોતાનું માનસિક સ્વાસ્થ્ય મજબૂત રહ્યું એ માટેનું શ્રેય પરિવારજનોને આપ્યું હતું.

વિશ્વ સ્વાસ્થ્ય દિન નિમિત્તે મુંબઈ ઇન્ડિયન્સના ટ્વિટર-હૅન્ડલ પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં હાર્દિક પંડ્યાએ કહ્યું કે ‘જ્યારે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારે મને ખબર પડી કે તમારા જીવનમાં કેવા પ્રકારના દબાણ સામેલ થઈ શકે છે. સ્વાભાવિક રીતે એ તમારા જીવનને બદલી નાખે છે અને વ્યક્તિગત રીતે તમારે એમાંથી બહાર આવવાની જરૂરિયાત ઊભી થાય છે. એ વખતે મને ખબર પડી કે માનસિક સ્વાસ્થ્ય કેટલું જરૂરી છે. મારા પરિવારનું એમાં ઘણું મોટું શ્રેય છે. સારી ફિટનેસ મેળવવા તમે પોતે સુનિશ્ચિત કરો કે કોઈક ને કોઈક ઍક્ટિવિટીમાં ભાગ લેશો. આ ઘણું મહત્ત્વપૂર્ણ છે. જો તમે નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખજો તો એ શરીરના સ્વાસ્થ્ય માટે ઘણું સારું રહેશે.’

sports sports news cricket news hardik pandya