બોરીવલી પટેલ સમાજ દ્વારા આયોજિત ક્રિકેટમાં મિત ઇલેવન ચૅમ્પિયન

28 February, 2021 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલી પટેલ સમાજ દ્વારા આયોજિત ક્રિકેટમાં મિત ઇલેવન ચૅમ્પિયન

ચૅમ્પિયન: વિજેતા ટીમ મિત ઇલેવન

કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં તાજેતરમાં યોજાયેલી આ ટેનિસ બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સંઘર્ષપૂર્ણ મુકાબલાઓ બાદ મિત ઇલેવન અને આર્ય વૉરિયર્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ૧૦-૧૦ ઓવરના ફાઇનલ જંગમાં ટૉસ જીતીને આર્ય વૉરિયર્સના કૅપ્ટન જનક દિહોરાએ પ્રથમ બૅટિંગ પસંદ કરીને ૧૦ ઓવરમાં ૩ વિકેટે ૯૧ રન બનાવ્યા હતા. જવાબમાં વિનોદ મિયાણીના નેતૃત્વમાં મિત ઇલેવન ૮.૩ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૯૫ રન બનાવીને ૮ વિકેટે શાનદાર જીત સાથે ચૅમ્પિયન બની હતી. ફાઇનલ મૅચમાં મૅન ઑફ ધ મૅચ ૧૫ બૉલમાં ૩૯ રન બનાવનાર મનીષ પાનસુરિયાને જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે ટુર્નામેન્ટમાં બેસ્ટ બૅટ્સમૅન તરીકે જસ્ટિન ચક્લાસિયા (૧૫૧ રન) તથા બેસ્ટ બોલર તરીકે મેહુલ વસાણી (૫.૬૭ની ઇકૉનૉમી સાથે ૯ વિકેટ) તથા ૧૧૦ રન અને ૩ વિકેટ  સાથેના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ જનક દિહોરાને મૅન ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

sports sports news cricket news borivali