ઓવર થ્રોના નિયમોમાં થઈ શકે છે બદલાવ, MCCની બેઠકમાં લેવાઈ શકે નિર્ણય

20 July, 2019 06:27 PM IST  | 

ઓવર થ્રોના નિયમોમાં થઈ શકે છે બદલાવ, MCCની બેઠકમાં લેવાઈ શકે નિર્ણય

ઓવર થ્રોના નિયમોમાં થઈ શકે છે બદલાવ

વર્લ્ડ કપ 2019ની ફાઈનલમાં કદાચ જ કોઈ ભૂલી શકાશે. ખાસ કરીને મેચનાં અંતમાં માર્ટિન ગુપ્તિલના થ્રો પર બોલ બેન સ્ટોક્સના બેટને અડીને બાઉન્ડ્રી પાર કરી ગઈ હતી. આ બોલ પર ઈંગ્લેન્ડને કુલ 6 રન મળ્યા હતા જો કે ત્યારબાદ તેની પર વિવાદ શરૂ થયો હતો. મેચ પછી ચર્ચા શરૂ થઈ હતી કે, ઈંગ્લેન્ડને ઓવર થ્રો પર 6 રન મળ્યા જોઈએ કે નહી. જો કે ફાઈનલમાં ઈંગ્લેન્ડને 6 રન મળ્યા અને આપણને વર્લ્ડ કપના નવા ચેમ્પિયન મળ્યાં. જો કે હવે ઓવર થ્રોના નિયમોમાં બદલાવ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. MCCની આગલી બેઠકમાં ઓવર થ્રોના નિયમોમાં સુધાર કરી શકે છે. આ પહેલા પણ ICCએ 2 નિયમોમાં બદલાવ કર્યો હતો.

ICCના નિયમ અનુસાર 19.8 અનુસાર ઓવર થ્રો પર બોલ બાઉન્ડ્રીની બહાર જાય તો બેટ્સમેન દ્વારા પૂરે કરેલા રન પણ જોડાઈ જશે. જો બેટ્સમેન થ્રો કરવા પહેલા 1-2 રન ક્રોસ કરી લે તો ઓવર થ્રોમાં એ રન પણ જોડી દેવામાં આવશે. જો ફિલ્ડરના થ્રો ફેકવા પહેલા બેટ્સમેન રન ક્રોસ ન કર્યો હોય તો તે રન ગણવામાં આવે નહી. વર્લ્ડ કપ ફાઈનલમાં આ નિર્ણય જોવા મળ્યો હતો નહી. પૂર્વ અમ્પાયર સાઈમન ટફલે પણ 6 રન આપવા સામે સવાલ ઉઠાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, નિયમ પ્રમાણે ઈંગ્લેન્ડને 5 રન જ મળવા જોઈએ.

આ પણ વાંચો: ધોની ટીમ ઈન્ડિયા નહી પણ સેનાના જવાનો સાથે વિતાવશે સમય

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સિનિયર બોલર જેમ્સ એન્ડરસને પણ કહ્યું હતું કે, બેન સ્ટોક્સે ઓવર થ્રો ના 4 રન હટાવવા માટે અંપાયરને કહ્યું હતું જો કે નિયમના કારણે તે આમ કરી શક્યા હતી નહી. આ ઘટના માટે બેન સ્ટોક્સે કેન વિલિયમસન સામે માફી પણ માગી હતી. જો કે આ વિવાદ પછી હવે સ્પષ્ટ છે કે, આ વખતે ICCના ઘણા નિયમો સામે સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. સૌથી વધુ ફોરની મદદથી વર્લ્ડ કપ ફાઈનલ વિજેતા નક્કી કરવા સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતાં.

cricket news sports news gujarati mid-day