યુવેન્ટ્સનો કોરોનાગ્રસ્ત બીજો પ્લેયર બન્યો મતૌડી

19 March, 2020 03:58 PM IST  |  Mumbai Desk | IANS

યુવેન્ટ્સનો કોરોનાગ્રસ્ત બીજો પ્લેયર બન્યો મતૌડી

મતૌડી

યુવેન્ટ્સનો મિડફીલ્ડર બ્લૈસી મતૌડી તેના ક્લબનો બીજો કોરોનાગ્રસ્ત પ્લેયર બન્યો છે. ધી સિરીઝ એ ક્લબે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે ફ્રાન્સ વર્લ્ડ કપ વિનર ૧૧ માર્ચથી આઇસોલેશનમાં છે. મતૌડી પહેલાં ડેનિયલ રુગાનીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત સ્પેનના ક્લબ વેલેન્સિયાએ પણ જણાવ્યું હતું કે તેના એક તૃતીયાંશ પ્લેયરોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. યુવેન્ટ્સના પ્લેરો સિવાય સેમ્પડોરિયા અને ફિયોરેન્ટિયા ઑૅફ સિરીએ તેનો સ્ટાફ પણ પૉઝિટિવગ્રસ્ત હોવાના સમાચાર મ‍ળ્યા હતા.

sports sports news cricket news