‘ડેવિડ વૉર્નરની વાપસીથી અમારી ટીમનો આત્મવિશ્વાસ વધશે’

02 January, 2021 10:57 AM IST  |  Melbourne | Agency

‘ડેવિડ વૉર્નરની વાપસીથી અમારી ટીમનો આત્મવિશ્વાસ વધશે’

ડેવિડ વૉર્નર

ઑસ્ટ્રેલિયન ટીમનો ઓપનિંગ બૅટ્સમૅન ડેવિડ વૉર્નર જો સંપૂર્ણપણે ફિટ નહીં હોય તો પણ તેને ભારત સામેની ત્રીજી ટેસ્ટ મૅચમાં સામેલ કરવામાં આવશે એવા ઑસ્ટ્રેલિયન અસિસ્ટન્ટ કોચ ઍન્ડ્રુ મૅક્‍ડોનાલ્ડના નિવેદન બાદ માર્નસ લબુશેનનું કહેવું છે કે ટીમમાં વૉર્નર આવવથી એક એનર્જી આવશે જે ટીમને મદદરૂપ બનશે.

ડેવિડ વૉર્નરના કમબૅકની વાત કરતાં માર્નસ લબુશેને કહ્યું કે ‘જો તે ટીમમાં ફરીથી સામેલ થાય તો એ અમારા માટે ઘણી મોટી વાત હશે. અંદાજે ૫૦ની ઍવરેજથી તેણે ટેસ્ટ ક્રિકેટમાં ૭૦૦૦થી વધારે રન બનાવ્યા છે. તે એક અદ્ભુત પ્લેયર છે. મને લાગે છે કે તેનામાં ટૉપ પ્લેયરની ક્ષમતા છે. ટીમમાં આવતાની સાથે વૉર્નર ગ્રુપમાં અને ફીલ્ડ પર એક નવી એનર્જી ખેંચી લાવશે. તેને ટીમમાં પાછો જોવો અમારા માટે સારી વાત છે.’

ટીમ ઑસ્ટ્રેલિયા માટે ઓપનિંગ જોડીમાં કયા પ્લેયરને રમાડવા એ ચર્ચાનો વિષય છે અને વૉર્નરની ફિટનેસને ધ્યાનમાં રાખીને તેઓ કયા પ્લેયર સાથે મેદાનમાં ઊતરશે એ તો મૅચ વખતે જ જાણી શકાશે.

india australia cricket news sports news david warner