સૅમ કરનને કોરોના? : અશક્તિ લાગતા પોતાને આઇસોલેટ કર્યો

04 July, 2020 01:03 PM IST  |  Manchester | Gujarati Mid-day Correspondent

સૅમ કરનને કોરોના? : અશક્તિ લાગતા પોતાને આઇસોલેટ કર્યો

સૅમ કરન

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર સૅમ કરને બુધવાર રાતથી તબિયત બગડતાં પોતાને સેલ્ફ-આઇસોલેટ કરી દીધો છે. સૅમ કરન વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી ટેસ્ટ મૅચમાં રમનારો પ્લેયર છે. વૉર્મઅપના પહેલા દિવસે પ્રૅક્ટિસ કર્યા બાદ રાતે તેને અશક્તિ લાગી હતી અને પેટ પણ ખરાબ થયું હતું. ઇસીબીએ જણાવ્યું કે ‘ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર સૅમ કરન અશક્તિ અને પેટ ખરાબ હોવાથી હેરાન થઈ રહ્યો છે.. ડૉક્ટરોની ટીમ સતત તેનું ચેકઅપ કરી રહી છે અને તેની કોરોના-ટેસ્ટ પણ કરવામાં આવી રહી છે.’

૮ જુલાઈથી ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચમાંની પહેલી ટેસ્ટ મૅચ રમાવાની છે.

england cricket news sports news