ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમમાં બટલરનો હંમેશાં સમાવેશ થવો જોઈએ : શેન વૉર્ન

11 August, 2020 12:31 PM IST  |  Manchester | Agencies

ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમમાં બટલરનો હંમેશાં સમાવેશ થવો જોઈએ : શેન વૉર્ન

શેન વૉર્ન

ઑસ્ટ્રેલિયન ભૂતપૂર્વ સ્પિનર શેન વૉર્નનું માનવું છે કે ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમમાં વિકેટકીપર-બૅટ્સમૅન જોસ બટલરનો હંમેશાં સમાવેશ થવો જોઈએ. પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટ જીતવા માટે બટલરે પાયાની ભૂમિકા ભજવી હતી. પહેલી ટેસ્ટમાં વિકેટકીપિંગમાં ઘણી ભૂલો થતાં ટીમમાં તેને રમાડવો કે નહીં એ વિશે ઘણા સવાલ થયા હતા. આ વિશે વાત કરતાં શેન વૉર્ને કહ્યું કે ‘જોસ બટલર ઇંગ્લૅન્ડની ટીમમાં હંમેશાં રમવો જોઈએ. જોકે દરેક વ્યક્તિના કેટલાક દિવસ ખરાબ જતા હોય છે અને એ સરળ પણ નથી હોતા. જોકે જોસનો સમાવેશ હંમેશાં ટીમમાં થવો જોઈએ, કારણ કે તેની બૅટ પણ એટલો જ જવાબ આપે છે. ત્યાર બાદ તે સારો વિકેટકીપર છે અને ટીમમાં પણ સારો લીડર છે. તે ખૂબ શાંત છે અને એક પૂરેપૂરો પૅકેજમાં આવેલો પ્લેયર છે.’

australia england cricket news sports news shane warne jos buttler