Dhoni:ક્રિકેટ દુનિયામા 15 વર્ષ પુરા,23/12/2004ના રોજ કર્યું હતું ડેબ્યુ

23 December, 2019 07:14 PM IST  |  Mumbai

Dhoni:ક્રિકેટ દુનિયામા 15 વર્ષ પુરા,23/12/2004ના રોજ કર્યું હતું ડેબ્યુ

ધોની વિશ્વ ક્રિકેટમાં 15 વર્ષ પુરા

કેપ્ટન કુલ તરીકે ઓળખાતા મહેન્દ્રસિંહ ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજે 15 વર્ષ પુરા થયા છે. તેણે 23 ડિસેમ્બર 2004ના રોજ બાંગ્લાદેશ સામે સૌરવ ગાંગુલીની સુકાની પદ હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સફર શરૂ કરી હતી. આજે ધોની ભારતનો સૌથી સફળ સુકાની ગણવામાં આવે છે.

ભારતની સાથે વિદેશમાં પણ ધોનીના ફેન્સ છે. સોમવારે સોશિયલ મીડિયા પર #DHONIsmCelebrationBegins ટ્રેન્ડ કરી રહ્યું હતું અને ફેન્સ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા. એક ફેને લખ્યું કે, ધોની માત્ર નામ નહીં પરંતુ એક ઈમોશન છે. ઘણા ફેન્સે તેને બેસ્ટ કેપ્ટન, બેસ્ટ વિકેટકીપર, બેસ્ટ ફિનિશર, સુપર કુલ કેપ્ટન અને અન્ય ઘણા નામોથી સંબોધિત કર્યા હતા.

ધોનીની કપ્તાનીમાં ભારતે ત્રણેય ટાઇટલ જીત્યા
ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન છે. તે આઈસીસીની ત્રણેય ટૂર્નામેન્ટ જીતનાર એકમાત્ર કપ્તાન છે. તેની કપ્તાનીમાં ભારતે 2007માં T-20 વર્લ્ડ કપ, 2011માં વનડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. તેની કપ્તાનીમાં ભારત પહેલીવાર ટેસ્ટ અને વનડે રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી હતી. આઇપીએલમાં ધોની ચેન્નાઇ સુપરકિંગ્સને લીડ કરે છે. તેની હેઠળ ટીમે ત્રણ ટાઇટલ અને બે વાર ચેમ્પિયન્સ લીગ T-20 ટ્રોફી જીતી છે.

પોતાની 5મી વનડેમાં કરી કમાલ
શૂન્ય પર આઉટ થવું બેટ્સમેન માટે નિરાશાજનક હોય છે. જે ખેલાડી પર્દાપણ કરી રહ્યો હોય તે વધુ નિરાશ થાય છે. પરંતુ ધોનીનો જલવો ટૂંક સમયમાં વિશ્વનો જોવા મળ્યો હતો. વિશાખાપટ્ટનમના મેદાન પર 2004-2005મા પાકિસ્તાન વિરુદ્ધ ધોની પોતાના કરિયરની 5મી મેચ રમી રહ્યો હતો, તેને કેપ્ટન ગાંગુલીએ પ્રમોટ કરતા નંબર-3 પર બેટિંગ માટે મોકલ્યો હતો. આ મેચમાં ધોનીએ 15 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ ઈનિંગ બાદ ધોનીએ ક્રિકેટમાં પોતાનો નવો મુકામ બનાવી લીધો હતો. તેણે પાકિસ્તાન વિરુદ્ધ બે વખત 148 રનની ઈનિંગ રમી છે. વિશાખાપટ્ટનમ બાદ ધોનીએ 2005-2006મા ફૈસલાબાદ, પાકિસ્તાનમાં પણ 148 રન બનાવ્યા હતા.

આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

આવું રહ્યું શાનદાર કરિયર
અત્યાર સુધી કરિયરની વાત કરીએ તો ધોનીએ 350 વન-ડે મેચમાં 10 સદી અને 73 અડધી સદીની મદદથી 10,773 રન બનાવ્યા છે, જ્યારે 90 ટેસ્ટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે અને 4876 રન કર્યા છે. ધોની છેલ્લા ક્રિકેટના મેદાન પર બ્લુ જર્સીમાં વર્લ્ડ કપ 2019માં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ ધોની હાલ ક્રિકેટથી દુર આરામ કરી રહ્યો છે.

cricket news ms dhoni mahendra singh dhoni