ધોનીએ લદાખમાં જવાનો સાથે ઉજવ્યો સ્વાતંત્ર્ય દિવસ

15 August, 2019 08:44 PM IST  |  Ladakh

ધોનીએ લદાખમાં જવાનો સાથે ઉજવ્યો સ્વાતંત્ર્ય દિવસ

Ladakh : ભારતીય ક્રિકેટર અને કેપ્ટન કુલ એવા લેફ્ટન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોની હાલ ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે. ધોની અહીં એક સામાન્ય વ્યક્તિતની જેમ રહે છે. તે હાલ ત્રણ દિવસ કેન્દ્રશાસિત પ્રદેશ લડાખમાં છે અને 15 ઓગસ્ટ, ગુરુવારે તેણે લડાખમાં આર્મી સદ્દભાવના સ્કૂલમાં બાળકોની સાથે મળીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી. ત્યાં ધ્વજવંદન કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો અને જવાનો સાથે સમય વિતાવ્યો હતો. ધોનીએ આર્મી જનરલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી અને દર્દીઓ સાથે સમય પસાર કર્યો હતો. ધોની ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટેનન્ટ કર્નલનું માનદ્દ પદ ધરાવે છે.



ધોનીએ આવી સુવિધા આપવામાં આવી છે
ધોની સામાન્ય સૈનિકની જેમ જ રહે છે. ધોનીને રહેવા માટે 10 ફૂટનો રૂમ આપવામાં આવ્યો છે એટલુ જ નહી સુવા માટે કિંગસાઈઝ બેડ નહી પરંતુ સામાન્ય પથારી આપવામાં આવી છે. ધોની સૈન્યની ડ્યૂટીમાં સાથ આપવા માટે નિર્ધારિત સમય પર સવાર અને સાંજ પીટી પણ કરે છે. ક્રિકેટની જગ્યાએ વૉલીબોલ રમે છે. ધોની પણ એક સૈન્યના અધિકારીની જેમ તેના નવા ટાસ્કની મજા ઉઠાવી રહ્યો છે. ધોની તેના બૂટ ચમકાવા સુધીના તમામ કામ જાતે કરે છે. ધોની તેના બધા જ ટાસ્કનું રિપોર્ટીંગ તેના વરિષ્ઠ અધિકારીઓને સમયસર કરે છે.


આ પણ જુઓ : ધોનીનો ઑટોગ્રાફ લેવા માટે તેની પાછળ દોડતો આ 'ગુજરાતી' હવે આખી ટીમને રાખશે ફિટ

ધોનીએ સૈન્યના અધિકારીઓ સાથે ગીતો પણ ગાયા
સૈન્ય સાથે જોડાયા પછી સિંગર ધોની પણ જોવા મળ્યો છે. ધોની અવાર-નવાર મેસમાં સાથી સૈન્ય અધિકારીઓ સાથે ગીતો ગાતો જોવા મળે છે. ધોનીએ વિક્ટર ફોર્સમાં તેના સૈન્ય જીવનનો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં ધોની વૉલીબોલ રમતા, બૂટ પોલિશ કરતા જોવા મળી રહ્યાં છે. હાલમાં જ ધોનીએ તેનો ગીત ગાતો વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તે 'પલ દો પલ કા શાયર' ગીત ગાતા જોવા મળી રહ્યાં છે.

ms dhoni cricket news jammu and kashmir