16 July, 2025 09:56 AM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
માહીએ પાળેલા શ્વાન પર પ્રેમ વરસાવ્યો
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના બે પાળેલા ડૉગ સાથેના ફોટો હાલમાં સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. એક ફોટોમાં તે ડૉગને વહાલ કરી રહ્યો છે અને બીજા ફોટોમાં એક ભારેભરખમ ડૉગને ખોળામાં બેસાડીને એને પ્રેમ કરી રહ્યો છે. તેના ઘરની અંદરના આ સુંદર ફોટો પત્ની સાક્ષીએ શૅર કર્યા હતા.