ભારતીય મહિલા ક્રિકેટરોની આજથી વર્લ્ડ કપની તૈયારી

07 March, 2021 11:30 AM IST  |  Lucknow

ભારતીય મહિલા ક્રિકેટરોની આજથી વર્લ્ડ કપની તૈયારી

પ્રતીકાત્મક તસવીર

બરાબર એક વર્ષ બાદ આજે ભારતીય મહિલા ટીમ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમતી જોવા મ‍ળશે. તેઓ છેલ્લે ૨૦૨૦ની આઠમી માર્ચે ઑસ્ટ્રેલિયા સામે ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમતી જોવા મ‍ળી હતી. આજથી ભારત અને સાઉથ આફ્રિકા વિમેન્સ ટીમ વચ્ચેની પાંચ વન-ડે મૅચની સિરીઝ લખનઉમાં શરૂ થઈ રહી છે. એક બાજુ જ્યાં ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ વિમેન્સ ટીમે વર્લ્ડ કપ માટેની પોતાની તૈયારી શરૂ કરી દીધી છે ત્યાં કોરોનાને લીધે ભારતીય મહિલા ટીમ આ તૈયારીમાં પાછળ છે.

indian womens cricket team cricket news sports news