ઇંગ્લૅન્ડ-ભારત ટેસ્ટ-સિરીઝનો સૌથી રોમાંચક ફોટો

15 July, 2025 07:01 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમ પાસે ઑલમોસ્ટ બે ઓવર કરીને વિકેટ લેવાની તક હતી, પણ જસપ્રીત બુમરાહની પહેલી ઓવરમાં જ ઇંગ્લૅન્ડના ઓપનર ઝૅક ક્રૉલીએ ટાઇમપાસ કરીને બીજી ઓવર ન થાય એવા પ્રયાસ કર્યા હતા.

ત્રીજા દિવસે હાથમાં ઇન્જરીનું નાટક કરતા ઝૅક ક્રૉલીને ટૉન્ટ મારીને ભારતીય પ્લેયર્સે મેદાન પર તાળીઓ પણ પાડી હતી.

લૉર્ડ્‌સ ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે ભારતે જ્યારે ૩૮૭ રન પર પોતાની પહેલી ઇનિંગ્સ પૂરી કરી ત્યારે રમતની અંતિમ સાત મિનિટ બાકી હતી. આ સમયમાં ભારતીય ટીમ પાસે ઑલમોસ્ટ બે ઓવર કરીને વિકેટ લેવાની તક હતી, પણ જસપ્રીત બુમરાહની પહેલી ઓવરમાં જ ઇંગ્લૅન્ડના ઓપનર ઝૅક ક્રૉલીએ ટાઇમપાસ કરીને બીજી ઓવર ન થાય એવા પ્રયાસ કર્યા હતા.

હાથમાં ઇન્જરી થઈ છે એવું નાટક કરતાં ઝૅક ક્રૉલીને ઓવરઍક્ટિંગનો ટૉન્ટ મારીને ભારતીય પ્લેયર્સે મેદાન પર તાળીઓ પણ પાડી હતી. કૅપ્ટન શુભમન ગિલે બન્ને ઓપનર્સની સામે આવીને અપશબ્દો પર કહ્યા હતા. આ રોમાંચક ઓવરના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયા હતા. રવિ શાસ્ત્રી અને દિનેશ કાર્તિક જેવા કૉમેન્ટેટર્સે આ ઘટનાને રમતનો એક ભાગ બતાવીને ડ્રામાનો આનંદ માણવાનું સૂચન કર્યું હતું.

india england test cricket indian cricket team cricket news sports news sports viral videos social media