કિવીઓએ હારવામાં મહારત હાંસલ કરી હોય એવું લાગે છે: શોએબ અખ્તર

02 February, 2020 12:41 PM IST  |  Rawalpindi

કિવીઓએ હારવામાં મહારત હાંસલ કરી હોય એવું લાગે છે: શોએબ અખ્તર

શોએબ અખ્તર

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પોતાના વિચારોને રજૂ કરવામાં ક્યારેય પાછીપાની નથી કરતો. ઇન્ડિયા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ટી૨૦ સિરીઝમાં જે પ્રમાણે ન્યુ ઝીલૅન્ડનો પરાજય થઈ રહ્યો છે એ જોતાં અખ્તરે કહ્યું કે કિવીઓએ હારવામાં જાણે મહારત હાંસલ કરી છે. આ વિશે પોતાના વિચારો પ્રગટ કરતાં અખ્તરે કહ્યું કે ‘બ્લૅક કૅપે છ મૅચ ટાઈ કરી છે અને એમાંથી માત્ર એક જ સુપર ઓવરમાં તેઓ જીતી શક્યા છે. એવું લાગે છે કે જાણે તેમણે હારવામાં મહારત હાંસલ કરી છે. એક સારી ટીમ હોવા છતાં ૧૬૬ જેવો ઇઝી ટાર્ગેટ પણ ચૅઝ નથી કરી શકતી. જોવા જઈએ તો ૧૬૬ રનનો ટાર્ગેટ ઘણો ઇઝી છે, પણ કિવીઓ પોતે એને અઘરો બનાવી રહ્યા છે. આ વાત બતાવે છે કે તેઓ પ્રેશરવાળી પરિસ્થિતિને સંભાળી નથી શકતા. શું તે લોકો આ ક્રિકેટ જગતમાં નવા છે? શું તેઓ નવું સાઉથ આફ્રિકા છે જે આવી અઘરી પરિસ્થિતિ સંભાળી નથી શકતા? ન્યુ ઝીલૅન્ડને આવી રીતે સ્ટ્રગલ કરતી જોવી જરાય નથી ગમતું. મારા ખ્લાયથી ન્યુ ઝીલૅન્ડ પ્રેશરને કારણે હારી રહી છે. ઇન્ડિયન પ્લેયરોને ખબર છે કે પ્રેશર કઈ રીતે હેન્ડલ કરાય. તેઓ મૅચને પહેલાં સુપર ઓવર સુધી ખેંચી જાય છે અને પછી જીતવાની તક શોધી કાઢે છે. ન્યુ ઝીલૅન્ડને આ વાતની કદાચ જાણ નથી.’

cricket news sports news new zealand india