T20 વર્લ્ડ કપને જોતા કુલદીપ યાદવને મોકો આપવાની જરૂર, ચહલ પણ પડશે ભારી

10 November, 2019 03:48 PM IST  |  Mumbai | K Srikanth

T20 વર્લ્ડ કપને જોતા કુલદીપ યાદવને મોકો આપવાની જરૂર, ચહલ પણ પડશે ભારી


ભારતની બેટિંગ સારી નજર આવી રહી છે, જો કે ટીમ વ્યવસ્થાપને સીનિયર બોલર્સને આરામ લેતા સમયે બોલિંગ વિભાગ સમયે ધ્યાન આપવાની જરૂર છે. નિશ્ચિત રૂપથી સૌથી મોટો પુરસ્કાર વર્લ્ડ કપ છે અને આ વાતમાં કોઈ શંકા  નથી કે તમામ યોજના તેની જ આસપાસ બનાવવામાં આવી રહી છે.

મને લાગે છે કે વર્લ્ડ કપ અભિયાનમાં કાંડાના સ્પિનર મહત્વની ભૂમિકા નિભાવવા જઈ રહ્યા છે. એવામાં કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવાનો આ સાચો સમય છે. ઑસ્ટ્રેલિયામાં મોટા મેદાનો અને વિકેટ પર ઉછાળને જોતા કુલદીપ અને ચહલની જોડી ઘાટક સાબિત થઈ શકે છે. હાલની સીરિઝ કુલદીપને મોકો આપવા માટે આદર્શ મોકો છે. જો કે રાહુલ ચાહર પણ ખરાબ વિકલ્પ નથી, પરંતુ કુલદીપનો અનુભવ તેમના પક્ષમાં છે.

વર્લ્ડ કપ માટે મારી ટીમમાં એક ઑફ સ્પિનર પણ સામેલ હોય છે. વૉશિંગ્ટન સુંદર એક એવી શોધ છે, જે ન માત્ર સારી બોલિંગ કરે છે પરંતુ તેમની બેટિંગ પણ પ્રભાવિ છે. આ સિવાય તેમની ફિલ્ડિંગ પણ શાનદાર છે. જે રીતે રોહિત શર્માએ વૉશિંગ્ટન સુંદરનો ઉપયોગ કર્યો તે સારું હતું. તેમણે સુંદરના બે ઓવર પાવલ પ્લેમાં કરાવ્યા અને બે રન રોકવા માટે મધ્ય ઓવરમાં.

રોહિતે સ્પિનરોનો સારી રીતે ઉપયોગ કર્યો જેનો ફાયદો તેમને નિયમિત વિકેટ તરીકે મળ્યો. એવામાં જ્યારે ત્રણ સ્પિનર પર વાત થઈ ચુકી છે અને હાર્દિક પંડ્યા પણ ઑલરાઉન્ડર તરીકે હાજર છે. જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને જગ્યા મળવી જ જોઈએ. ચિંતાની વાત તેમના સાથી બૉલરને લઈને છે.

આ પણ જુઓઃ જુઓ અત્યારે કેવા લાગે છે ભારતને ટી-20 વર્લ્ડ જીતાડનાર ખેલાડીઓ

ખલીલ અહમદ આ સ્તર પર યોગ્ય વિકલ્પ નજર આવી રહ્યા છે. બેશક સુધારાની જરૂર છે, પરંતુ તેમણે જલ્દીથી શીખવું પડશે. હાલતને અનુકૂળ હશે તો દીપક ચાહર અલગ જ બોલર નજર આવે છે, પરંતુ ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં તેમને મુશ્કેલી પડી શકે છે, તો ત્રીજા ફાસ્ટ બૉલરની જગ્યા ભરી શકે છે.

Yuzvendra Chahal Kuldeep Yadav