કોરોના વાઇરસની ટેસ્ટમાં નેગેટિવ રિઝલ્ટ આવ્યું લોકી ફર્ગ્યુસનનું

16 March, 2020 12:11 PM IST  |  New Delhi

કોરોના વાઇરસની ટેસ્ટમાં નેગેટિવ રિઝલ્ટ આવ્યું લોકી ફર્ગ્યુસનનું

લોકી ફર્ગ્યુસન

ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનનું કોરોના વાઇરસની ટેસ્ટમાં નેગેટિવ રિઝલ્ટ આવ્યું છે. ઑસ્ટ્રેલિયા સાથેની પહેલી મૅચ બાદ તેને ગળામાં તકલીફ થતાં ૨૪ કલાક માટે આઇસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. તેની ટેસ્ટના રિઝલ્ટમાં નેગેટિવ આવતાં તેને ઘરે જવા માટે પરવાનગી આપવામાં આવી છે. આ વિશે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘ઘરે જઈ રહ્યા છીએ. લોકી ફર્ગ્યુસનને પણ પ્લેનમાં જવાની પરવાનગી આપવામાં આવી છે. તે પણ ન્યુ ઝીલૅન્ડ જઈ રહ્યો છે.’

new zealand australia coronavirus sports sports news cricket news