ઝડપી ૧૨૦૦૦ રનનો રેકૉર્ડ સર્જતાં લક્ષ્મણે કર્યાં વિરાટ કોહલીનાં વખાણ

04 December, 2020 07:01 PM IST  |  Mumbai | Agencies

ઝડપી ૧૨૦૦૦ રનનો રેકૉર્ડ સર્જતાં લક્ષ્મણે કર્યાં વિરાટ કોહલીનાં વખાણ

ઝડપી ૧૨૦૦૦ રનનો રેકૉર્ડ સર્જતાં લક્ષ્મણે કર્યાં વિરાટ કોહલીનાં વખાણ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર વીવીએસ લક્ષ્મણે વિરાટ કોહલી દ્વારા સચિન તેન્ડુલકરના ઝડપથી ૧૨૦૦૦ રન બનાવવાના રેકૉર્ડને તોડવા બદલ તેનાં વખાણ કર્યાં છે. લક્ષ્મણના જણાવ્યા પ્રમાણે ૨૦૦૮માં જ્યારે કોહલીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેનામાં જે ધગશ હતી એ ધગશ આજે પણ યથાવત્ છે.
વીવીએસ લક્ષ્મણે કહ્યું કે ‘મારા ખ્યાલથી તે જે પ્રમાણે દરેક મૅચ અને સિરીઝ રમે છે અને દરરોજ જે પ્રમાણેની ધગશ, તીવ્રતા જાળવી રાખે છે એ કાબિલે તારીફ છે. જ્યારે તે ક્રિકેટના ગ્રાઉન્ડ પર હોય છે ત્યારે તે ઘણું અદ્ભુત રમે છે. ઘણી વાર મને એવું લાગતું હોય છે કે તે નબળો પડશે અથવા તો ઘણી વાર તેને પડકારનો સામનો કરવો પડશે, પણ અત્યાર સુધી એક પણ વાર ક્રિકેટના ગ્રાઉન્ડ પર તેની એનર્જીમાં ઓટ આવતી આપણે નથી જોઈ. પછી તે બૅટિંગ દરમિયાન હોય કે ફીલ્ડિંગ દરમિયાન. તેના વન-ડેના રેકૉર્ડ પર તમે ધ્યાન આપશો તો તમને ખબર પડશે કે રન ચૅઝ કરતી વખતે તેણે કેટલી વાર સેન્ચુરી ફટકારી છે, તેના પર હંમેશાં સ્કોરબોર્ડનું દબાણ હોય છે પણ તે હંમેશાં આ દબાણ અને જવાબદારીને સારી રીતે હૅન્ડલ કરી શકે છે, જેના લીધે તેનામાં રહેલું બેસ્ટ બહાર આવીને ઝળકે છે.’

sports sports news cricket news virat kohli vvs laxman