મલિંગા કહેશે ક્રિકેટને અલવિદા, બાંગ્લાદેશ સામે રમશે છેલ્લી મેચ

23 July, 2019 03:03 PM IST  | 

મલિંગા કહેશે ક્રિકેટને અલવિદા, બાંગ્લાદેશ સામે રમશે છેલ્લી મેચ

શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ વન-ડે ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. લસિથ મલિંગા બાંગ્લાદેશ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝની પહેલી વન-ડે રમશે અને ક્રિકેટ દુનિયાને અલવિદા કહેશે. શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરૂણારત્નેએ આ માહિતી આપી હતી. લસિથ મલિંગના સંન્યાસ સાથે જ યોર્કર સ્પેશિયાલિસ્ટના એક યુગની વિદાય થશે. લસિથ મલિંગા તેના પરફેકટ યોર્કર માટે જાણીતો છે. તેની અનોખી બોલિંગ સ્ટાઈલ અને પરફેક્ટ યોર્કર વિરોધી બેટ્સમેનને આઉટ કરવા માટે પૂરતા છે.

શ્રીલંકા-બાંગ્લાદેશ વન-ડે સિરીઝ પહેલા મીડિયા સાથે વાત કરતા કરૂણારત્નેએ કહ્યું હતું કે, લસિથ મલિંગા આ સિરીઝની પહેલી મેચ રમી રહ્યાં છે. અને ત્યારબાદ તે નિવૃત્તિ લેશે. હું નથી જાણતો કે આ વિશે સિલેક્ટર્સનું શું કહેવું છે પરતું લસિથ મલિંગાએ કહ્યું છે કે, તે માત્ર એક મેચ જ રમશે. શ્રીલંકા બાંગ્લાદેશ સામે 26 જુલાઈએ સિરીઝની પહેલી વન-ડે રમશે જ્યારે લસિથ મલિંગા તેના વન-ડે ઈન્ટરનેશનલ કરિઅરની છેલ્લી મેચ રમશે. લસિથ મલિંગાએ વન-ડેમાં 335 વિકેટ પોતાના નામે કરી છે. લસિથ મલિંગા મુરલીધરન અને ચમિંડા વાસ પછી સૌથી વિકેટ લેનાર બોલર છે.

35 વર્ષીય લસિથ મલિંગા વર્લ્ડ કપમાં શ્રીલંકા માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર હતા. મલિંગાએ વર્લ્ડ કપની 7 મેચોમાં 13 વિકેટ પોતાના નામે કરી હતી. મલિંગાએ તેમના વન-ડે કરીઅરની શરુઆત દુબઈ સામે 2004માં કરી હતી. મલિંગાએ 2011માં જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું અને હવે વન-ડે ક્રિકેટને અલવિદા કહેશે. જો કે T-20 ફોર્મેટમાં મલિંગા રમતો જોવા મળશે.

lasith malinga cricket news gujarati mid-day