મુંબઈ પ્રીમિયર લીગ ઑક્શનમાં મિડ-ડે કપના ત્રણ ખેલાડી છવાયા

05 May, 2019 11:09 AM IST  |  મુંબઈ

મુંબઈ પ્રીમિયર લીગ ઑક્શનમાં મિડ-ડે કપના ત્રણ ખેલાડી છવાયા

અલ્પેશ રામજિયાણી, કરણ શાહ અને ભાવિન ઠક્કર

મિડ-ડે કપમાં શાનદાર પર્ફોર્મ કરનારા કચ્છી કડવા પાટીદાર અલ્પેશ રામજિયાણીને નવી ટીમ ઇગલ થાણે સ્ટ્રાઇકર્સે ૩.૨૦ લાખ રૂપિયામાં ખરીધો હતો. તેણે ગયા ઑગસ્ટમાં મિડ-ડેના કચ્છી નવરત્ન અવૉર્ડ્સમાં યંગરત્નના અવૉર્ડથી નવાજવામાં આવ્યો હતો. મિડ-ડે કપમાં રમનાર વધુ એક ખેલાડી નવગામ વીસા નાગર વણિક સમાજનો કરણ શાહને ટ્રાયમ્ફ નાઇટ્સ મુંબઈ નૉર્થ-ઈસ્ટ ફ્રૅન્ચાઇઝીએ ૧.૮૦ લાખમાં તથા કચ્છી લોહાણા સમાજનો અને મુંબઈ રણજીના ભૂતપૂર્વ પ્લેયર ભાવિન ઠક્કરને આકાશ ટાઇગર્સ એમ.ડબલ્યુ.એસ. ટીમે ૫૦ હજાર રૂપિયામાં ખરીદ્યા હતા.

ટુર્નામેન્ટનો પ્રારંભ વાનખેડે સ્ટેડિયમમાં ૧૪મેથી થશે. મુંબઈ પ્રીમિયર લીગની બીજી સીઝનમાં સચિન તેન્ડુલકરના દીકરા અર્જુન તેન્ડુલકરને આકાશ ટાઇગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બ ટીમે પાંચ લાખ રૂપિયામાં ખરીધો હતો. ગયા વર્ષેર્ રમાયેલી પહેલી સીઝનમાં સચિને તેને આ લીગમાં રમવાની ના પાડી હતી.

લેફ્ટ-આર્મ પેસર અર્જુન તેન્ડુલકરે ઇન્ડિયા અન્ડર-૧૯ ટીમ વતી શ્રીલંકામાં એક અનઑફિશ્યલ ટેસ્ટમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો : પ્લે-ઑફમાંથી બહાર થયેલી પંજાબ ચેન્નઈ સામે આજે ગર્વ માટે રમશે

એક લાખની બેઝ પ્રાઇઝ સાથે અર્જુનનો ઑલ-રાઉન્ડર કૅટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સીઝનમાં બે નવી ટીમ આકાશ ટાઇગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બ અને ઇગલ થાણે સ્ટ્રાઇકર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સચિન તેન્ડુલકર આ લીગનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર છે.

cricket news sports news