પ્લે-ઑફમાંથી બહાર થયેલી પંજાબ ચેન્નઈ સામે આજે ગર્વ માટે રમશે

Updated: May 05, 2019, 20:42 IST | મોહાલી

મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ પાસે રવિચન્દ્રન અશ્વિનની સામે પહેલી ક્વૉલિફાયર પહેલાં ટીમમાં પ્રયોગ કરવાનો મોકો

ધોની અને અશ્વિન
ધોની અને અશ્વિન

ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂકેલી પંજાબની ટીમ આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સામે સન્માન મેળવવા માટે રમશે. કલકત્તાએ શુક્રવારે પંજાબને ૭ વિકેટથી પરાજય આપીને રવિચન્દ્રન અશ્વિનની ટીમને પ્લે-ઑફની દોડમાંથી બહાર કર્યું હતું. પંજાબે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૮૩ રન બનાવ્યા હતા અને કલક્તાએ ૧૯ વર્ષના ઓપનર શુભમન ગિલના ૪૯ બૉલમાં શાનદાર ૬૫ રનની મદદથી ૧૮૫ રન બનાવીને ૭ વિકેટથી જીત મેળવી હતી. પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતનાર ગિલ આ સીઝનમાં જબરદસ્ત ફૉર્મમાં છે. આ સીઝનમાં હાઇએસ્ટ સિક્સર ફટકારનાર ઍન્દ્રે રસેલ ૧૪ બૉલમાં ૨૪ રન બનાવીને ૧૫મી ઓવરમાં આઉટ થઈ ગયો હતો છતાં ગિલે કલક્તાને જીત અપાવી હતી.

ચેન્નઈનો ટૉપ-ઑર્ડર ફૉર્મમાં

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ ૧૮ પૉઇન્ટ સાથે ટૉપ પર છે અને પહેલી ક્વૉલિફાયર રમવા માટે તેમના સ્થાનને કોઈ તકલીફ નથી. મુંબઈ-દિલ્હી ૧૬ પૉઇન્ટ્સ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. આજની મૅચમાં તેઓ ટીમમાં અમુક પ્રયોગો કરી શકે છે. તેમનો ટૉપ-ઑર્ડર ફૉર્મમાં પાછો ફર્યો છે જેમાં શેન વૉટસન સામેલ છે જેણે પાછલી સીઝનની ફાઇનલમાં શાનદાર સેન્ચુરી ફટકારીને ફાઇનલ વન-સાઇડેડ બનાવી હતી. ફૅફ ડુ પ્લેસી, સુરેશ રૈના, કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, રવીન્દ્ર જાડેજા જેવા સુપરસ્ટાર બૅટ્સમેનોમાંથી કોઈ એક-બે ખેલાડીને આજની મૅચમાંથી આરામ આપવામાં આવે તો નવાઈ નહીં.

આ પણ વાંચો : સાયના નેહવાલ પતિ કશ્યપ સાથે આ રીતે મનાવી રહી છે વેકેશન

સ્પિનરો કોઈ પણ સ્કોર ડિફેન્ડ કરવા સક્ષમ

દીપક ચહર, ઇમરાન તાહિર, હરભજન સિંહ કોઈ પણ ઓછો સ્કોર ડિફેન્ડ કરવા સક્ષમ છે. કૅપ્ટન ધોનીએ તો સ્પિનરો પાસે ઇનિંગ્સ શરૂ કરવાની પરંપરા સેટ કરી છે એથી સ્પિનરોનો કૉન્ફિડન્સ આસમાને છે. તાહિરે ૧૩ મૅચમાં ૨૧ અને દીપકે એટલી જ મૅચમાં ૧૬ વિકેટ લીધી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK