09 May, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કચ્છી સમાજની IPL ફૉર્મેટમાં રમાતી ક્લાસિક કચ્છી પ્રીમિયર લીગ એલીટ અને પ્લેટ એમ બે ડિવિઝનમાં રમાય છે. જબરદસ્ત ઑક્શન પછી ૪ લીગ મૅચ અને નૉકઆઉટ બાદ પ્લેટ ડિવિઝનનો મુકાબલો સ્વાતિ સુપર કિંગ્સ vs બૉમ્બે મેટ્રિક્સ વૉરિયર્સ વચ્ચે થશે અને એલીટ ડિવિઝનમાં ઇન્ટરનૅશનલ સ્ટ્રાઇકર્સનો મુકાબલો વીર્યા યોદ્ધાઝ સામે થશે.
પરેલના સેન્ટ્રલ રેલવે ગ્રાઉન્ડમાં આ ડે-નાઇટ મુકાબલો બપોરે ૧ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી રહેશે. કચ્છી સમાજના ઘણા મહાનુભાવો આ આખરી મુકાબલામાં હાજર રહેશે. વધુ વિગત માટે સંપર્ક દીપેશ છેડા ૯૮૩૩૧ ૬૮૫૨૦.