ટેસ્ટ ક્રિકેટને દૂઝણી ગાય તરીકે ટ્રીટ ન કરાય: કુમાર સંગકારા

17 June, 2020 11:35 AM IST  |  London | Agencies

ટેસ્ટ ક્રિકેટને દૂઝણી ગાય તરીકે ટ્રીટ ન કરાય: કુમાર સંગકારા

કુમાર સંગકારા

શ્રીલંકા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન કુમાર સંગકારાનું કહેવું છે કે ટેસ્ટ ક્રિકેટને પૈસા બનાવવાનું મશીન કે દૂઝણી ગાયની જેમ ટ્રીટ ન કરવી જોઈએ. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ શરૂ કરીને ટેસ્ટ ક્રિકેટને એક નવું રૂપ આપ્યું છે. આ વિશે કુમાર સંગકારાનું કહેવું છે કે ‘જો તમે ટેસ્ટ ક્રિકેટને દૂઝણી ગાયની જેમ ટ્રીટ કરશો તો મને નથી લાગતું કે એ તમને કામ લાગશે. નાણાકીય દૃષ્ટિએ એ તમને વધારે કામ નહીં લાગે. ઘણી વાર ટેસ્ટ ક્રિકેટ અમને સ્પોર્ટિંગ સેન્સ નથી આપતી. જો અમેરિકા અથવા બીજે કશે તમે એનું માર્કેટિંગ કરશો તો એ તમને ફાયદાકારક નહીં નીવડે. એના કરતાં જો ટેસ્ટ ક્રિકેટના ફૅન્સને બદલવામાં આવે અને એની પ્રત્યેનો નજરિયો બદલવામાં આવે તો કદાચ એ કારગત નીવડી શકે. દરેક દેશ ઍશિઝ જેવી મોટી સિરીઝ ન યોજી શકે. જો આપણે પ્રતિસ્પર્ધીઓની વાત કરીએ તો અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને આયરલૅન્ડ જેવી ટીમનું શું થાય? બંગલા દેશ જેવી ટીમ નાના ફૉર્મેટમાંથી ધીમે-ધીમે ઉપર આવી રહી છે. તો શું આપણે એ ટીમને ભૂલીને આગળ વધવું જોઈએ? મારા ખ્યાલથી જે યોગ્ય છે એ આપણે કરવું જોઈએ અને એમાં રૂપિયાનું રોકાણ કરવું જોઈએ.’

sri lanka cricket news sports news kumar sangakkara india