કપોળ સમાજની ટુર્નામેન્ટમાં કેએસજી સ્ટ્રાઇકર્સ, કેએસજી ચૅમ્પિયન વિજેતા

25 January, 2022 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેએસજી ચૅમ્પિયન્સે મૅન ઑફ ધ મૅચ પ્રેમ પારેખની ૧૦૪ રનની લાજવાબ ઇનિંગ્સના જોરે આપેલા ૨૮૪ રનના ટાર્ગેટ સામે કેએસજી પૅન્થર્સ ૪૦ ઓવરમાં ૨૪૬ રન જ બનાવી શક્યું હતું. 

ગ્રુપ-‘બી’ની વિજેતા કેએસજી ચૅમ્પિયન

કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા કપોળ જ્ઞાતિજનો માટેની આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિવારે રમાયેલા ફાઇનલ જંગમાં કેએસજી સ્ટ્રાઇકર્સ અને કેએસજી ચૅમ્પિયન વિજેતા બની હતી. ૪૦-૪૦ ઓવરની આ ટુર્નામેન્ટની ગ્રુપ-‘એ’ની રોમાંચક અને થ્રિલર ફાઇનલમાં કેએસજી બ્લાસ્ટર્સને એક વિકેટે હરાવીને કેએસજી સ્ટ્રાઇકર્સ વિજેતા બની હતી. કેએસજી બ્લાસ્ટર્સે આપેલા ૩૪૩ રનના ચૅલેન્જિંગ ટાર્ગેટને કેએસજી સ્ટ્રાઇકર્સે મૅન ઑફ ધ મૅન પાર્થ મથુરિયા (૬૪ બૉલમાં ૧૦૪) અને રુચિત મહેતા (૩૮ બૉલમાં ૬૪)ની અફલાતૂન ઇનિંગ્સના જોરે એક વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. 
ગ્રુપ-‘બી’ની ફાઇનલમાં કેએસજી ચૅમ્પિયન્સે કેએસજી પૅન્થર્સને ૩૭ રનથી મહાત આપી હતી. કેએસજી ચૅમ્પિયન્સે મૅન ઑફ ધ મૅચ પ્રેમ પારેખની ૧૦૪ રનની લાજવાબ ઇનિંગ્સના જોરે આપેલા ૨૮૪ રનના ટાર્ગેટ સામે કેએસજી પૅન્થર્સ ૪૦ ઓવરમાં ૨૪૬ રન જ બનાવી શક્યું હતું. 

cricket news sports news sports