30 March, 2026 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિષ્નામાચારી શ્રીકાન્ત
ભારતના ભૂતપૂર્વ ઓપનર ક્રિષ્નામાચારી શ્રીકાન્તે IPL 2026ની ઓપનિંગ મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના બોલિંગ-પ્રદર્શનની જબરી ટીકા કરી છે. ૨૦૨ રનના ટાર્ગેટને હૈદરાબાદ ડિફેન્ડ કરી શકી નહોતી અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન બૅન્ગલોરે ૧૫.૪ ઓવરમાં ફાસ્ટેસ્ટ ૨૦૦ પ્લસનો ટાર્ગેટ ચેઝ કરવાનો રેકૉર્ડ કરી દીધો હતો.
શ્રીકાન્તે કહ્યું હતું કે ‘જો તમે હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટ જેવા ખેલાડીઓને મુખ્ય બોલરો તરીકે રમાડશો તો ફક્ત ભગવાન જ તમને બચાવી શકે છે. તેઓ આ નકલી બોલિંગથી કેટલો સમય ટકી શકશે? છેવટે તમારે કેટલાક સારા બોલરોની જરૂર છે. આ ફક્ત એક મૅચ પર આધારિત નિર્ણય નથી. આવી બોલિંગ અને બોલર્સ સાથે હૈદરાબાદ નહીં ટકી શકશે. આવી નબળી બોલિંગને કારણે તેમના બૅટર્સે મૅચ જીતવા પહેલાં ૪૦૦ રન બનાવવાની જરૂર પડશે.’