કોહલીએ પંતને મોટિવેટ કર્યો અને મજાકમાં ચેતવી પણ દીધો

16 October, 2021 07:22 PM IST  |  Mumbai | Agency

એક વિકેટકીપરે છગ્ગો ફટકારીને ભારતને વર્લ્ડ કપ જિતાડ્યો હતો! (આમાં પંતે ૨૦૧૧માં ધોનીએ ફટકારેલી સિક્સરનો ઉલ્લેખ કર્યો હતો.)

કોહલીએ પંતને મોટિવેટ કર્યો અને મજાકમાં ચેતવી પણ દીધો

૧૭ ઑક્ટોબરે યુએઈમાં ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થશે એટલે આઇપીએલના ભારતીય ખેલાડીઓ (જેમનાં નામ ભારતીય ટીમમાં સામેલ છે તેઓ) યુએઈમાં જ રહ્યા છે અને વિશ્વકપની પ્રૅક્ટિસ શરૂ કરવાની તૈયારીમાં છે. 
ભારતની સોમવારે પહેલી વૉર્મ-અપ મૅચ છે, પરંતુ વર્લ્ડ કપની પ્રથમ મૅચ ૨૪ ઑક્ટોબરે પાકિસ્તાન સામે છે એટલે સ્વાભાવિક છે કે ખેલાડીઓ થોડા હળવા થવા એકમેક સાથે મજાક-મસ્તીના મૂડમાં હોય. આવો જ મજાકનો મૂડ કૅપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત વચ્ચે ગઈ કાલે હતો. દિલ્હી કૅપિટલ્સનો સુકાની પંત તાજેતરમાં આઇપીએલમાં બે મોટા આંચકા સહન કરીને (પરાજિત થઈને) વર્લ્ડ કપ માટેની તૈયારી કરી રહ્યો છે ત્યારે તેની સાથે થયેલી વાતચીતમાં કોહલીએ આડકતરી રીતે (મજાકમાં) પંતને સારા મૂડમાં આવી જવાનો અને વિકેટકીપિંગ સુધારવાનો ઇશારો કરી દીધો હતો :
કોહલી : ટી૨૦ ક્રિકેટમાં સિક્સર મૅચ જિતાડી શકે, ખરુંને?
પંત : ડોન્ટ વરી ભૈયા, હું રોજ એની પ્રૅક્ટિસ કરું છું. યાદ છેને, એક વિકેટકીપરે છગ્ગો ફટકારીને ભારતને વર્લ્ડ કપ જિતાડ્યો હતો! (આમાં પંતે ૨૦૧૧માં ધોનીએ ફટકારેલી સિક્સરનો ઉલ્લેખ કર્યો હતો.)
કોહલી : હા, પણ ભારતને હજી ત્યાર પછી માહીભાઈ જેવો વિકેટકીપર નથી મળ્યો. જો ભાઈ, મારી પાસે બીજા ઘણા વિકેટકીપર છે. તને સોમવાર-બુધવારની વૉર્મ-અપ મૅચમાં કદાચ ન પણ રમાડું. જોઈએ કોનો ચાન્સ લાગે છે.

sports news sports cricket news